Western Times News

Latest News from Gujarat

૨૦૦ દિવસમાં વંચિતો, આદિવાસી બાંધવો, દરીદ્ર નારાયણોએ ભરી વિકાસની હરણફાળ

‘શું સ્થિતિ છે… ? આપણે કેવી રીતે અસરગ્રસ્તોને મદદ કરવાનુ કાર્ય પાર પાડી રહ્યાં છીએ એની વિગતે વાત કરો ? પૂરગ્રસ્તોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરો…’ એક મૃદ સંવેદનાસભર છતાં મક્કમ અવાજે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શપથ લીધા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સમગ્ર વહેવટી તંત્રને પ્રેરિત કરવા સાથે તેમનામાં પ્રાણ પૂર્યા અને રાહત કાર્ય ઝડપભેર પૂર્ણ કરાયું.

આવો જ એક કિસ્સો હમણાં બન્યો. ફરી એ જ “વ્યક્તિ”એ વડોદરાના એકતાનગર તેમજ સુખાલીપુરાના લોકોની વચ્ચે પહોંચી સમસ્યા જાણી તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કર્યો. બે અલગ અલગ કિસ્સા પરંતુ કેન્દ્ર સ્થાને જાે કઈં હતું તો તે જનજનની જન નાયકની સંભાળ.

શપથગ્રહણ બાદ પ્રથમ જ બેઠકમાં જામનગરના પૂરપીડિતોને સહાય પહોંચાડવાની વાત હોય કે તાજેતરમાં તેમણે લીધેલી વડોદરા જિલ્લાની અચાનક મુલાકાત, મૃદુહૃદયી પરંતુ દ્રઢ ર્નિણયશક્તિવાળા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જનમાનસમાં પોતીકા માણસની એક અમીટ છબિ ઉભી કરી દીધી છે. ખૂબ જ ટૂંકાગાળામાં તેમણે પ્રામાણિકતા, પરિશ્રમ અને પારદર્શિતાનું દર્શન કરાવતા એનેક ર્નિણય અને યોજનાઓ જનસમર્પિત કરી ગુજરાતની ઉન્નતિ માટેની તેમની કર્તવ્યપરાયણતાનો પરિચય આપી દીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળને ૨૦૦ દિવસ પૂર્ણ થયાં છે ત્યારે આ સમયમાં તેમની આગેવાનીમાં ગુજરાત સરકારે સોશિયલ સેકટર્સ જેવા કે શિક્ષણ, આરોગ્ય, જળ વ્યવસ્થાપન, ઉદ્યોગો સહિત તમામ ક્ષેત્રોના જનહિતલક્ષી ર્નિણયોથી ગુજરાતના દરેક વર્ગ, દરેક સમાજ અને દરેક વય જૂથને ઉર્દ્વગામી વિકાસ થયો હોવાની પ્રતિતી થઇ રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદરેલા ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટેના નિષ્ઠાવાન પૂરૂષાર્થ અને તેમના સૌમ્ય, સાલસ,, સરળ સ્વભાવને સૌ કોઇ એક અવાજે બિરદાવી રહ્યાં છે.

‘વંચિતો, ગરીબો, આદિવાસીઓને પડખે અડિખમ સરકાર’ આ માત્ર શબ્દો નથી એનો યથાર્થ પરિચય મેળવવો હોય તો આદિજાતિ વિસ્તારમાં જવું પડે અનુભવવુ પડે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં આદિજાતિ વિસ્તારના વૃદ્ધોથી માડીંને યુવાઓને સાંકળતી વિવિધ યોજના થકી સરકારે જનજન સુધી પહોંચવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે.

એક બાજુ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનું ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકોનું માસિક પેન્શન ૭૫૦ થી વધારીને ૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુના નિરાધારોનું માસિક પેન્શન રૂ.૧૦૦૦થી વધારી રૂ.૧૨૫૦ કરવાનો ર્નિણય રાજ્ય સરકારે લીધો.

તો બીજી તરફ ૩૬ લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાય રૂ. ૬૦૦ થી વધારીને રૂ. ૯૦૦ કરી. શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકારે ‘ભિક્ષા નહીં શિક્ષા’ના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપવા ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસ સાથે ‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે.

આદિજાતિના સર્વાગી વિકાસને વરેલી રાજ્ય સરકારે વન અધિકાર અધિનિયમ અન્વયે ૧૬,૫૭૨ આદિવાસીઓને જમીનના અધિકારો આપવાની સંવેદના દાખવી. આદિજાતિ વિસ્તારોમાં ઓનલાઇન બેંકીંગ, ઇ-કોમર્સ, ઓનલાઇન શિક્ષણ સહિતના ક્ષેત્રો માટે બે વર્ષમાં ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરવાથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ થવા જઇ રહી છે.

વનબંધુઓના બાળકોને ગુણવત્તસભર શિક્ષણ માટે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ કરવાના ર્નિણયની સાથે આ હેતુ માટે ૪૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં રૂ. ૧ લાખની સહાય વધારી રૂ. ૨.૫૦ લાખ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય રાખવાનો મહત્વપૂર્ણ ર્નિણય કર્યો.
દેવાંગ મેવાડા – નિરવ રાવલ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon