Western Times News

Gujarati News

જન્મથી સાંભળી ન શકતા હોય તેવા ૨૦ જેટલા બાળકોને ડિવાઇસ વિતરણ કરાયા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદવાદ શાખા તેમજ અરવલ્લી જિલ્લા શાખા સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે યોજાયેલા શ્રુતિ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના જન્મથી સાંભળી ન શકતા હોય તેવા ૨૦ જેટલા બાળકોને ડિવાઇસ વિતરણ કરાયા હતા.

શ્રુતિબેન ચૂડઘરે જન્મથી સાંભળી ન શકતા બાળકોને આર્થિક સહાયથી તેમને સાંભળવાની શક્તિને ઉર્જા આપી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ ખાતે પ્રોજેક્ટ શ્રુતિ અને પ્રોજેક્ટ સાંભળે અરવલ્લી અંતર્ગત હિયરીંગ ડીવાઈસ વિતરણ તેમજ તાલીમ કાર્યક્રમ યોજવામાં આ કાર્યક્રમમાં ૨૦ જેટલા બાળકોને સાંભળવાની નવી શક્તિ મળી હતી.

આ કાર્યર્ક્મ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડો. પ્રકાશભાઈ પરમાર જેમને કાર્યક્રમમાં સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથેજ તેમને પ્રોજેક્ટ શ્રુતિઆ કાર્યક્રમ કરી રહેલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ તેમને કહ્યું કે ઇનિયન રેડ ક્રોસ સોસાયટી દર વર્ષે ૨ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

ત્યાર બાદ અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારે ગામડે ગામડે જઈ સર્વે કરી બાળકો શોધી અને તેમને આ લાભ અપાવ્યો એ બદલ ડો વિશ્વાસભાઈ અમીન અને તેમની ટિમનો આભાર વ્યક્ત કર્યો સાથેજ કહ્યું કે અરવલ્લી જિલ્લાનું સૌભાગ્ય કહેવાય કે વી હીઅર યુવા ટિમના કામને બિરદાવ્યુ હતું. અરવલ્લીને અમદાવાદે સાંભળ્યું , શ્રુતિબેન ચૂડઘરે આ બાળકોને હૂંફ આપી , સાંભળવાની શક્તિને ઉર્જા આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડો.વિશ્વાસભાઈ અમીને અરવલ્લીના લાભાર્થી બાળકો માટે અમદાવાદ કોઈ પણ તકલીફ વગર પહોંચે તેમજ સહી સલામત ઘરે પહોંચે તેમજ એમને જમવાનું સાથેજ ગાંધી આશ્રમની માલાકાત બાળકોને કરાવી ઉત્તમ સુવિધાની સેવા તેમને આપી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય શાખામાં ડો વીશ્વાસભાઈ અમીન, શ્રુતિબેન ચૂડઘર તેમજ વી હીઅરની ટીમ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ૪ વખત યોજાઈ ગયો. અને ન સાંભળી શકે એવા બાળકોને લાભ મળ્યો છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય શાખા અમદાવાદના ચેરમેન અજયભાઈ પટેલ આ સેવાથી ખુબજ પ્રભાવિત થયા હતા તેઓ ગુજરાતમાં પ્રોજેક્ટ શ્રુતિ અમલમાં મુકાવી જિલ્લા અને તાલુકાને મજબૂત બનાવશે તેમજ રેડ ક્રોસનો વ્યાપ આગળ વધારવા તેઓ જણાવ્યું હતું.આ કાર્યક્રમની આભાર વિધિ શ્રુતિબેન ચુડઘરે કરી હતી. સાથેજ તેઓને અરવલ્લી જિલ્લા શાખાના કાર્ય અને સહકારનો આભાર માન્યો હતો. તેમજ તેમને જણાવ્યું કે અરવલ્લી જિલ્લા શાખાની સહકારથી આ વેગ વંતો થયો છે.

આ કાર્યક્રમમાં વી હિયરીની ૨૦ કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતા પિતા ને સાથે લઈ ને આવેલા બાળકોને સાંભળવાની શક્તિ મળે તે હેતુથી આ ડીવાઈસ બાળકોને અપાયું હતું. વી હીયર ડીવાઈસ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ સુમિત દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. વીશ્વાસભાઈ અમીન , અશોકભાઈ શીલુ ,ડો. હર્ષદભાઈ શાહ ગાંધીનગરના ચેરમેન , જીલુભા ધાંધલ , દિલીપભાઈ દવે તેમજ ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.