Western Times News

Gujarati News

ડોક્ટરના પત્નીના ૨૨ લાખના દાગીના લોકરમાંથી ગુમ

અમદાવાદ, લોકો પોતાની કિંમતી વસ્તુઓ જેમ કે દાગીના વગેરેને સુરક્ષિત રાખવા માટે બેંકના લોકરમાં મૂકતા હોય છે. પોતાના ઘરે ચોરી થવાનો ભય હોવાને કારણે લોકો બેંક લોકર ખોલાવીને ત્યાં દાગીના મૂકતા હોય છે. લુણાવાડા ખાતે આવેલી યુનિયન બેંકના લોકરમાંથી એક તબીબના દાગીના ગાયબ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લુણાવાડામાં છેલ્લા ૨૦ વર્ષથી ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડોક્ટર સંજય શાહ અને તેમના પત્નીના નામે ઘણાં સમયથી કોર્પોરેશન બેન્કમાં એક લોકર હતું. ૨૩મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આ દંપતીએ લોકરમાં સોના અને ચાંદીના લગભગ ૨૨ લાખની કિંમતના દાગીના મૂક્યા હતા.

કોરોના મહામારીને કારણે લોકડાઉન હોવાને કારણે તેમણે લાંબા સમય સુધી લોકરનો ઉપયોગ નહોતો કર્યો. કોર્પોરેશન બેન્ક યુનિયન બેન્ક સાથે મર્જ થઈ જતાં લોકર તેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબ અને તેમના પત્નીએ કોઈ પ્રસંગમાં જવાનું હોવાને કારણે બેન્કમાં જઈને લોકર ખોલ્યું તો તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. તેમણે જાેયું કે લોકર ખાલી છે.

દંપતીએ તાત્કાલિક બેન્કના મેનેજર સાથે વાતચીત કર. દંપતીને જણાવવામાં આવ્યું કે અન્ય કોઈ વ્યક્તિ ખોટી સહી કરીને લોકરમાંથી દાગીના લઈ ગયો છે. આ સાંભળીને દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે બેન્ક મેનેજરને સમગ્ર બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી ડોક્ટરને લાગ્યું કે બેન્ક દ્વારા કાર્યવાહી કરવા માટે જાણીજાેઈને દિવસો લંબાવવામાં આવી રહ્યા છે.

તેમણે બેન્કના સીસીટીવી ફૂટેજની પણ માંગ કરી હતી જે પણ આપવામાં નહોતા આપ્યા. હવે આખરે તેમણે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા વડોદરા ભાજપના બક્ષીપંચા પ્રમુખ ભરતભાઈ સ્વામીના પણ લોકરમાંથી ૫૦ તોલાના દાગીના ગાયબ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસનુ કહેવું છે કે ૩ મહિનાના સીસીટીવી ચેક કરવાના હોવાને કારણે તપાસમાં વાર લાગી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.