Western Times News

Gujarati News

લગ્નની સિઝન શરૂ થવાથી બ્યૂટી પાર્લરની સર્ચમાં 34 ટકા સુધીનો વધારો થયો

પ્રતિકાત્મક

વિવિધ બ્યૂટી સર્વિસ માટેની સર્ચમાં ટિઅર-1 શહેરોમાં 42 ટકા અને ટિઅર-2 શહેરોમાં 39 ટકા સુધીનો વધારો થયો

મુંબઈ, સમગ્ર દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થવાથી અને લગ્નની સિઝન શરૂ થવાથી કોવિડ સંબંધિત આચારસંહિતામાં છૂટછાટ મળી રહી છે. આ કારણે સમગ્ર ભારતમાં બ્યૂટી સલોન, સ્પા અને મેક-અપ કલાકારો માટેની સર્ચમાં મોટો વધારો થયો છે એવું તારણ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટના લેટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. Searches for beauty salons & spas jump by 34% amidst a decline in COVID cases and wedding season: Just Dial Consumer Insights

ભારતના સૌથી મોટા સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર કન્ઝ્યુમરના વિવિધ સર્ચના લેટેસ્ટ ટ્રેન્ડ સૂચવે છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી માર્ચ 2022 ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ પ્રકારની બ્યૂટી સર્વિસ માટેની સર્ચમાં 34 ટકાનો વધારો થયો હતો.

ટિઅર-2 શહેર અને નગરોમાં વિવિધ બ્યૂટી સર્વિસ માટે માગનો વૃદ્ધિદર ઝડપથી વધ્યો હતો અને હવે ટિઅર-1 શહેરોમાં પણ આ વધારો જોવા મળી રહ્યો છે. ટિઅર-1 શહેરોમાં માગમાં વૃદ્ધિ 42 ટકા હતી અને ટિઅર-2 શહેરોમાં 39 ટકા હતી.

પ્લેટફોર્મ પર ઉપભોક્તાઓ વચ્ચે સૌથી વધુ સલોન બ્યૂટી સર્વિસની વધારે માગ જોવા મળી હતી અને તમામ પ્રકારની બ્યૂટી સર્વિસ માટેની સર્ચમાં લગભગ 66 ટકા સર્ચ સલોન માટે થઈ હતી. કુલ સર્ચમાં સ્પા માટેની માગ 29 ટકા હતી, તો મેક-અપ આર્ટિસ્ટ માટેની માગ 5 ટકા હતી.

ઉપભોક્તાઓ વચ્ચે જોવા મળેલા વિવિધ પ્રવાહો વિશે જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “કોવિડ કેસમાં ઘટાડો, આચારસંહિતામાં છૂટછાટો અને લગ્નની આગામી સિઝનને કારણે બ્યૂટી સલોન અને સ્પાના માલિકોમાં આશાનો નવસંચાર થયો છે.

કોવિડને કારણે આ ઉદ્યોગને માઠી અસર થઈ હતી, પણ હવે અમે અમારા પ્લેટફોર્મ પર વિવિધ બ્યૂટી સર્વિસ માટેની માગમાં વધારો જોઈ રહ્યાં છીએ. એટલે અમે અમારા પ્લેટફોર્મને વિશ્વસનિય માહિતી સાથે સજ્જ કર્યુ છે, જે યુઝર્સને સ્થાનિક બ્યૂટી સર્વિસ પર સચોટ માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. માગમાં વધારો એ બાબતનો પુરાવો છે કે, જસ્ટ ડાયલ સ્થાનિક બ્યૂટી સલોન અને સ્પાને ઓનલાઇન સંગઠિત કરીને તેમને તેમની ઓનલાઇન પહોંચ વધારવા કેવી રીતે મદદરૂપ થાય છે.”

નવા તારણો એવું પણ સૂચવે છે કે, સમગ્ર ભારતમાં બ્યૂટી સલોન માટે સર્ચમાં 32 ટકા સુધીનો, સ્પા માટે સર્ચમાં 40 ટકા સુધીનો અને મેક-અપ કલાકારો માટેની સર્ચમાં 14 ટકા સુધીનો વધારો થયો છે. ટિઅર-1 શહેરોમાં બ્યૂટી સલોન માટે સર્ચમાં 45 ટકા સુધીનો,

સ્પા માટેની સર્ચમાં 40 ટકા સુધીનો અને મેક-અપ આર્ટિસ્ટ માટેની સર્ચમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. એ જ રીતે ટિઅર-2 શહેરો અને નગરોમાં બ્યૂટી સલોન માટેની સર્ચમાં 40 ટકા સુધીનો, સ્પા માટેની સર્ચમાં 43 ટકા સુધીનો અને મેક-અપ આર્ટિસ્ટ માટેની સર્ચમાં 9.3 ટકા સુધીનો વધારો થયો હતો.

ટિઅર-1 શહેરોમાં સલોન અને સ્પા માટેની સર્ચ લગભગ એકસરખી હતી. દિલ્હી, મુંબઈ અને બેંગલોર બ્યૂટી સલોન માટેની મહત્તમ માગ ધરાવતા ટોપ-3 મહાનગરો હતો.

સ્પા માટેની સર્ચમાં લગભગ 61 ટકા હિસ્સો દિલ્હીનો હતો, ત્યારબાદ મુંબઈ અને અમદાવાદનો હતો. મેકઅપ આર્ટિસ્ટ માટેની સર્ચમાં દિલ્હી અને મુંબઈએ 54 ટકા પ્રદાન કર્યું હતું.

ટિઅર-2 શહેરો અને નગરોમાં બ્યૂટી સલોન માટેની મોટા ભાગની સર્ચ લખનૌ, ચંદીગઢ, જયપુર, ઇન્દોર અને પટણામાં જોવા મળી હતી. સ્પાની માગ મુખ્યત્વે લખનૌ, સુરત, જયપુર, ઇન્દોર અને દેહરાદૂનમાં જોવા મળી હતી.

લગ્નની સિઝન શરૂ થવાની નજીક હોવાથી લખનૌ, ચંદીગઢ, નાગપુર, કાનપુર અને પટણામાં મેક-અપ કલાકારો માટેની મહત્તમ માગ જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.