Western Times News

Gujarati News

સત્યેન્દ્ર જૈન અને સંજય રાઉતની કરોડોની સંપત્તિ EDએ જપ્ત કરી

નવી દિલ્હી, AAP ના નેતા સત્યેંન્દ્ર જૈન અને શિવસેના નેતા સંજય રાઉત ED ની સંકજામાં લીધા છે. સત્યેન્દ્ર જૈન અને તેમનાં પરિવાર અને સંજય રાઉતની પત્નીની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. બંને ઘટના અલગ અલગ છે જેમાં ED  એ મહત્વનું પગલું ભર્યું હતુ.

પહેલાના કેસમાં ED એ 11 કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. જેમાં 9 કરોડની પ્રોપર્ટી પ્રવીણ રાઉતની છે. તો 2 કરોડની પ્રોપર્ટી સંજય રાઉતની પત્નીની છે.

ED એ 1034 કરોડના કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની પત્નીની સંપત્તિ અટેચ કરી છે. જેમાં અલીબાગ સ્થિત પ્લોટ અને દાદર સ્થિત ફ્લેટ પણ સામેલ છે.

બીજો કેસ મની લોન્ડ્રિંગનો છે. AAP નેતા સત્યેન્દ્ર જૈન પરિવાર સાથે જોડાયેલો છે. જેમાં 4.81 રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે.  જેમાં જૈનના પરિવારના લોકો કંઇક આવા જ ફર્મ સાથે જોડાયેલા છે, જે PMLA ની તપાસ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.