Western Times News

Gujarati News

આગળનો રસ્તો વધુ પડકારજનક: લોકતંત્ર માટે કોંગ્રેસનું ફરી મજબૂત થવુ જરૂરી: સોનિયા ગાંધી

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંગઠનની અંદર દરેક સ્તરે એકતાની જરૂર રેખાંકિત કરતા મંગળવારે કહ્યુ કે પાર્ટીનુ ફરીથી મજબૂત થવુ આ લોકતંત્ર અને સમાજ માટે જરૂરી છે. તેમણે સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં થયેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન પાર્ટી નેતાઓને એ પણ કહ્યુ કે પાર્ટી માટે આગળનો રસ્તો પડકારપૂર્ણ છે.

બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી અને કેટલાક અન્ય સાંસદ સામેલ થયા.

સોનિયા ગાંધીએ વિભાજન અને ધ્રૂવીકરણના એજન્ડાને લઈને ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે ભાગલાના સમયે તથ્ય અને ઈતિહાસને તોડીને રજૂ કરવા સત્તારૂઢ પાર્ટી માટે નિયમિત વાત થઈ ચૂકી છે.

તેમના અનુસાર અમે ભાજપને સદીઓથી અમારા વિવિધતાપૂર્ણ સમાજને એક રાખવા અને સમૃદ્ધ કરનારા સૌહાર્દ અને સદ્ભાવના સંબંધને નુકસાન પહોંચાડવા દઈશુ નહીં.

તેમણે કોંગ્રેસ કાર્ય સમિતિની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે આને અવગત છે કે ગયા દિવસોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં હારથી નેતા કેટલા નિરાશ છે. તેમણે ચિંતન શિબિર આયોજિત કરવાની જરૂર પર પણ જોર આપ્યુ.

સોનિયા ગાંધીએ કહ્યુ, આગળનો રસ્તો હજુ પણ પડકારપૂર્ણ છે. આપણા સમર્પણ, નમ્રતાની ભાવના અને પ્રતિબદ્ધતાની પરીક્ષા છે. અમારા વ્યાપક સંગઠનના દરેક સ્તર પર એકતા જરૂરી છે. આને સુનિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી હશે તે કરવા માટે હુ પ્રતિબદ્ધ છુ.

તેમણે જોર આપીને કહ્યુ, અમારુ ફરીથી મજબૂત થવુ માત્ર અમારા માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ આ અમારા લોકતંત્ર અને સમાજ માટે પણ જરૂરી છે.

સોનિયા ગાંધીએ તાજેતરમાં જ રાજ્યસભામાંથી સેવાનિવૃત થયેલા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓના યોગદાનના વખાણ કર્યા અને આશા વ્યક્ત કરી કે સાર્વજનિક જીવનમાં રહેશે અને કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરવાનુ ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.