Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધની અસર : ભારતના ઉત્તરાખંડમાં અંધારપટની આશંકા

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં વીજળીના પુરવઠામાં ઘટાડો થયો છે. ઉત્તરાખંડ પાવર કોર્પોરેશન લિમિટેડએ આ વાત સ્વીકારી છે.

UPCLના એમડી અનિલ કુમારે સોમવારે ઉર્જા મંત્રાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતુ કે અત્યારે વીજળીની માગ 40 મિલિયન યુનિટથી ઉપર જઈ રહી છે જ્યારે વીજળીની સામાન્ય ઉપલબ્ધતા 27 થી 29 મિલિયન યુનિટની આસપાસ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ગેસ મોંઘો થયો છે અને સપ્લાય પર પણ અસર પડી છે. તેથી ગેસ આધારિત પાવર પ્લાન્ટમાંથી વીજળીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે. ઉત્તરાખંડના પાવર પ્લાન્ટ પણ ગેસની કિંમતના કારણે બંધ છે. આ કારણે નેશનલ એક્સચેંજ પણ અછત સતત વધી રહી છે. તેમણે કહ્યું હતું કે દરરોજ UPCLને સરેરાશ 10 મિલિયન યુનિટ વીજળી પૂરી પાડવામાં આવે છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનએ વીજળી ઉત્પાદકોની મનમાની પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી UPCLને પણ રાહત મળી છે. માહિતી અનુસાર CERCએ સ્પષ્ટ કર્યું છે કે, નેશનલ એક્સચેન્જમાં વીજળીની મહત્તમ કિંમત માત્ર 12 રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવી શકે છે. અત્યાર સુધી પીક ઓવર મુજબ ઘણા ઉત્પાદકો તેમની વીજળી 20 રૂપિયા સુધી વેચતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.