Western Times News

Gujarati News

મારો ઊંચો અવાજ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે, કાશ્મીર મુદ્દા સિવાય ગુસ્સે થતો નથી: અમિત શાહ

નવીદિલ્હી, સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એક અંદાજથી સદનના સભ્યો હસવા લાગ્યા હતા. અમિત શાહે કહ્યું કે હું ક્યારેય કોઇ પર ગુસ્સે થતો નથી, મારો અવાજ ઊંચો છે.

આ મારું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. આટલું જ કહેતા સદનમાં રહેલા સભ્યો હસવા લાગ્યા હતા.

લોકસભામાં દંડ પ્રક્રિયા (પહચાન) વિધેયક ૨૦૨૨ પર ચર્ચાની શરૂઆત કરતા વિરોધી દળો દ્વારા ગુસ્સો કરવાની વાત કહેવા પર તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે હું ક્યારેય ગુસ્સો કરતો નથી પણ કાશ્મીરનો સવાલ આવે છે તો ગુસ્સે થઇ જાવ છું. બાકી ક્યારેક ગુસ્સે થતો નથી.

જાેકે મારો અવાજ ઊંચો છે આ મારું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે.

ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે રકઝક થઇ હતી. આ દરમિયાન અધીર રંજન ચૌધરીના એક નિવેદન પર ગુસ્સો વ્યક્ત કરતા અમિત શાહે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે કાશ્મીર માટે જીવ પણ આપી દઇશું.

વિરોધી દળોએ આ દિવસને યાદ કરતા અમિત શાહના ગુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. જેનો જવાબ શાહે આ અંદાજમાં આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તે સંસદમાં દંડ પ્રક્રિયા વિધેયક ૨૦૨૨ લઇને આવ્યા છે જે ૧૯૨૦ના બંદી શિનાખત કાનૂનનું સ્થાન લેશે.

તેમણે કહ્યું કે આ બિલથી દોષ સિદ્ધ કરવાની સાબિતી ભેગી કરી શકાશે. આ વિધેયકમાં ઘણું મોડુ થયું છે. ૧૯૮૦માં વિધિ આયોગે પોતાના રિપોર્ટમાં બંદી શિનાખત કાનૂન ૧૯૨૦ પર પુનવિચાર માટે પ્રસ્તાવ ભારત સરકારને મોકલ્યો હતો. દુનિયાભરમાં આપરાધિક કાનૂનમાં દોષ સિદ્ધિ માટે ઉપયોગ થતા ઘણા પ્રાવધાનોનું અધ્યયન કર્યા પછી આ બિલ લાવવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.