Western Times News

Gujarati News

ભાજપના કાર્યકર્તાઓ ‘પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી’ અભિગમ ધરાવે છે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા મહાસંમેલન યોજાયું

અમદાવાદ ખાતે યોજાયેલા આ સંમેલનમાં ગુજરાતના ૩૩ જિલ્લાઓ વરચ્યુલ માધ્યમથી જોડાયા

ભારતીય જનતા પાર્ટીના ૧ લાખ ૨૯ હજાર સક્રિય કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને સંબોધતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ ‘પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી’ અભિગમ ધરાવે છે. આ કાર્યકર્તાઓની સેવા પ્રવૃત્તિ જ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની યોજના પરીપૂર્ણ કરી તેને સાચા અર્થમાં પરિણામલક્ષી બનાવવાની જવાબદારી કાર્યકર્તાની છે. આપણે સૌ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની સાથે આગળ વધી શકીએ. આ સરકાર દરેક વર્ગના લોકોને સાથે લઈ આગળ વધવા મક્કમ છે અને તેમના વાહક તરીકે કાર્યકર્તાની જવાબદારી છે કે તેઓ તેને આગળ લઈ જાય.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ, સાંસદ શ્રી નરહરિ અમીનભાઈ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.