Western Times News

Gujarati News

ગૌરવે શેર કર્યો રુપાલી સાથેનો રોમાન્ટિક ડાન્સ વીડિયો

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાનું પાત્ર ભજવનાર અભિનેત્રી રુપાલી ગાંગુલીનો આજે જન્મદિવસ છે. અનુપમાના ફેન્સ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુપમા સીરિયલ પછી રુપાલી ગાંગુલીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો તેના ફેન્સ છે. અનુપમાના ફેન્સની સાથે સાથે તેના કો-સ્ટાર પણ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

અત્યારે સીરિયલમાં અનુપમા અને અનુજનો ટ્રેક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે ત્યારે અનુજ કપાડિયાનો રોલ ભજવનાર અભિનેતા ગૌરવ ખન્નાએ પણ અભિનેત્રીને શુભકામનાઓ પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર રુપાલી સાથેનો એક રોમાન્ટિક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જાેઈ શકાય છે કે અનુપમા અને અનુજ એટલે કે રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના એક રોમાન્ટિક ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ગૌરવ ખન્નાએ થ્રી-પીસ સૂટ પહેર્યો છે જ્યારે રુપાલી ગાંગુલીએ બ્લોક પ્રિન્ટની સાડી પહેરી છે.

આ રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ગૌરવ ખન્નાએ રુપાલીના જન્મદિવસની ઉત્સુકતા વ્યક્ત કરી છે. વીડિયોની સાથે સાથે ગૌરવ ખન્નાએ લખ્યું છે કે, #MaAn ડે..આ વીડિયો તમામ પ્રેમાળ લોકો માટે. રુપાલી ગાંગુલી પોતાના જન્મદિવસના એક દિવસ જ પહેલા જ પોતાના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપી રહી છે.

આશા છે કે તમને આ રિટર્ન ગિફ્ટ પસંદ આવશે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો છે. માનના ફેન્સ હાર્ટ ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેટલી સારી અનુપમા અને અનુજની કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે તેટલી જ સારી દોસ્તી ઓફસ્ક્રીન ગૌરવ ખન્ના અને રુપાલી ગાંગુલીની છે.

જ્યારથી ગૌરવના પાત્ર અનુજની શૉમાં એન્ટ્રી થઈ છે અનુપમા સીરિયલના ફેન્સ વધી ગયા છે. દર્શકો અનુપમા અને અનુજના લગ્ન જાેવા માટે પણ આતુર છે. સોશિયલ મીડિયા પર અનુપમા અને અનુજની જાેડીને ઈંસ્ટ્ઠછહ નામ આપ્યું છે. અનુપમા અને અનુજની જાેડીના અલગથી ફેન પેજ પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.