Western Times News

Gujarati News

અમૂલ દૂધના ભાવ ફરી વધશે

નવી દિલ્‍હી,  ડેરી અગ્રણી અમૂલનું દૂધ ફરી મોંદ્યુ થવા જઈ રહ્યું છે. અમૂલના ટોચના અધિકારીએ આ અંગે સંકેત આપ્‍યો છે. અમૂલના મેનેજિંગ ડિરેક્‍ટર આરએસ સોઢીએ જણાવ્‍યું હતું કે, ‘કિંમત મજબૂત રહેશે, હું કેટલી તે કહી શકતો નથી.

તેઓ અહીંથી નીચે જઈ શકતા નથી, તેઓ માત્ર ઉપર જઈ શકે છે.’ સોઢીએ જણાવ્‍યું હતું કે અમૂલ કો-ઓપરેટિવ કંપનીએ છેલ્લા બે વર્ષમાં આઠ ટકાનો ભાવ વધારો કર્યો છે, જેમાં ગયા મહિને દૂધમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો પણ સામેલ છે.

મોંઘવારી ચિંતાનું કારણ સોઢીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે તેમના ઉદ્યોગમાં ફુગાવો ચિંતાનું કારણ નથી. તેમણે કહ્યું કે ખેડૂતને તેની પેદાશોના ઊંચા ભાવથી ફાયદો મળી રહ્યો છે.

અમૂલ અને વ્‍યાપક ડેરી સેક્‍ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્‍યોની સરખામણીમાં ઘણી ઓછી છે, ખાસ કરીને ખર્ચમાં વધારાની સરખામણીમાં.

ભાવ કેમ વધ્‍યાઃ સોઢીએ જણાવ્‍યું હતું કે વીજળીના વધેલા ભાવથી કોલ્‍ડ સ્‍ટોરેજની કિંમતમાં એક તૃતિયાંશથી વધુનો વધારો થયો છે. લોજિસ્‍ટિક્‍સનો ખર્ચ પણ વધી ગયો છે અને પેકેજિંગના કિસ્‍સામાં પણ વધારો થયો છે.

આ દબાણોને કારણે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧.૨૦નો વધારો થયો છે, એમ તેમણે જણાવ્‍યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે રોગચાળા દરમિયાન ખેડૂતોની પ્રતિ લિટર આવકમાં પણ રૂ.૪નો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.