Western Times News

Latest News from Gujarat India

ટોયોટાની સિગ્નેચર સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રીલ સાથે આટલી કિંમતમાં મળશે, ‘કૂલ ન્યુ ગ્લાન્ઝા’

ભારતીય બજારમાં ટોયોટાની સૌથી વાજબી ઓફરિંગ – ભારતના તમામ શો-રૂમમાં શરૂઆતી કિંમત રૂ. 6,39,000* ટોયોટાની સ્વદેશી ટેક્નોલોજી સાથે હંમેશા કનેક્ટેડ રહોઃ ઇન્ફિનિયમ ટોયોટા, અમદાવાદમાં ‘કૂલ ન્યુ ગ્લાન્ઝા’ લોન્ચ 

9-ઇંચ ન્યુ સ્માર્ટ પ્લેકાસ્ટ સાથે સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટેડ એક્સપિરિયન્સ, જે એપ્પલ અને એન્ડ્રોઇ સ્માર્ટફોન દ્વારા પૂર્ણ કંટ્રોલ આપે છે

આકર્ષક એક્સટિરિયર સ્ટાઇલિંગઃ ટોયોટાની સિગ્નેચર સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રીલ, સ્પોર્ટી ફ્રન્ટ બમ્પર અને એલોય ડિઝાઇન
પાંચ વાઇબ્રન્ટ એક્સટિરિયર કલર્સ – સ્પોર્ટિંગ રેડ (ન્યુ), ગેમિંગ ગ્રે (ન્યુ), એન્ટાઇસિંગ સિલ્વર (ન્યુ), ઇન્સ્ટ્રા બ્લુ, કેફે વ્હાઇટ
સંખ્યાબંધ લાભોઃ

અમદાવાદ, ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે તેના નવા લોંચ – કૂલ ન્યુ ગ્લાન્ઝાને અમદાવાદમાં ઇન્ફિનિયમ ટોયોટા ખાતે પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં ડીલર પ્રિન્સિપાલ અજીત મહેતા અને ઇન્ફિનિયમ ટોયોટાના સીઇઓ જિગર શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

કૂલ ન્યુ ગ્લાન્ઝા ટોયોટાના હેચબેક સેગમેન્ટમાં સૌથી આકર્ષક અને લાંબા-સમયથી રાહ જોવાતી ઓફરિંગ છે. ભારતમાં ટોયોટાની સૌથી વાજબી ઓફરિંગ કૂલ ન્યુ ટોયોટા ગ્લાન્ઝા વધારાના વાજબી વેરિઅન્ટ્સ, અદ્યતન વિશેષતાઓ, ડાયનામિક લૂક, સ્પોર્ટી ડિઝાઇન અને ઓછા મેન્ટેનન્સ ખર્ચ સાથે ગ્રાહકોના હ્રદય જીતવા માટે સજ્જ છે, જે સાથે તે સેગમેન્ટમાં ઉત્તમ મૂલ્ય પ્રસ્તાવ પ્રદાન કરે છે.

ટોયોટાના એન્જિનિયર્સ દ્વારા વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલી ટોયોટાની સિગ્નેચર ફ્રન્ટ ફેસિયા અને આધુનિક ટેક્નોલોજી સાથે કૂલ ન્યુ ગ્લાન્ઝા અદ્યતન કનેક્ટેડ ફીચર્સ ધરાવે છે. કનેક્ટેડ ફીચર્સની ટોયોટા આઇ-કનેક્ટ – વન સ્ટોપ સોલ્યુશન સાથેની એક એપ, સર્વિસ અને મૂલ્ય-વર્ધિત સેવાઓ આધુનિક અને ટેક-સેવી ગ્રાહકોને આકર્ષવા માટે વિકસાવાઇ છે.

સમકાલીન ગ્રાહકોની અનુકૂળતાને સુનિશ્ચિત કરતાં હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા અને 9-ઇંચ સ્માર્ટ પ્લે કાસ્ટ જેવી ટેક્નોલોજી સ્માર્ટફોન (એપ્પલ અને એન્ડ્રોઇડ) દ્વારા કંટ્રોલની સાથે-સાથે સુનિશ્ચિત કરશે કે પ્રવાસ દરમિયાન યુઝર પાસે હંમેશા કંટ્રોલ રહે અને તે કનેક્ટેડ રહે.

હૂડની નીચે કૂલ ન્યુ ગ્લાન્ઝા પાવરફૂલ અને ઇંધણ-કાર્યક્ષમ કે-સિરિઝ એન્જિન તથા મેન્યુઅલ ટ્રાન્સમીશન (એમટી) અને ઓટોમેટિક ટ્રાન્સમીશન (એએમટી) ધરાવે છે. નવી ગ્રાન્ઝાના એન્જિનની ક્ષમતા 1197 સીસી છે, જેનું પાવર આઉટપુટ 66 કેડબલ્યુ (89 પીએસ) છે. તેનાથી ઉત્કૃષ્ટ ડ્રાઇવિંગ અનુભવ ડિલિવર થાય છે. આ પ્રોડક્ટ બે નવા એફોર્ડેબલ ગ્રેડ સાથે વર્તમાન લાઇન-અપ – ઇ (ન્યુ), એસ (ન્યુ), જી, વી સાથે રજૂ કરાશે.

ટોયોટા માટે સુરક્ષા સર્વોચ્ચ છે અને તેથી જ કૂલ ન્યુ ગ્લાન્ઝા 6 એરબેગ, એબીએસ સાથે ઇબી, વીએસસી, આઇએસઓફિક્સ, ટીઇસીટી બોડી અને હિલ હોલ્ડ કંટ્રોલ જેવી અદ્યતન સુરક્ષા વિશેષતાઓનો સમૂહ ધરાવે છે.
એક્સટિરિયર મોરચે કૂલ ન્યુ ગ્લાન્ઝા સ્ટાઇલિશ ટોયોટા સિગ્નેચર ફ્રન્ટ ગ્રીલ, સ્પોર્ટી ફ્રન્ટ બમ્પર ઉપર ફાઇબર એલિમેન્ટ્સ અને 16-ઇંચ સ્લીક એલોય વ્હીલ્સ, એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને એલઇડી ફોગ લેમ્પ્સથી સજ્જ છે.

ન્યુ કૂલ ગ્લાન્ઝા 5 વાઇબ્રન્ટ એક્સટિરિયર કલર્સ – સ્પોર્ટિંગ રેડ (ન્યુ), ગેમિંગ ગ્રે (ન્યુ), એન્ટાઇસિંગ સિલ્વર (ન્યુ), ઇન્સ્ટા બ્લુ, કેફે વ્હાઇટમાં ઉપલબ્ધ બનશે. ઇન્ટિરિયર વિશિષ્ટ ક્લાસી ડ્યુઅલ ટોન સાથે તૈયાર કરાયું છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.

કૂલ ન્યુ ગ્લાન્ઝાને અમદાવાદમાં લોંચ કરવા ઉપર પ્રતિક્રિયા આપતાં ટીકેએમના સ્ટ્રેટેજીક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ બી પદ્મનાભે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્લાન્ઝાએ ભારતના ગ્રાહકોના હ્રદય જીત્યાં છે અને ફરી એકવાર કૂલ ન્યુ ગ્લાન્ઝા સાથે અમે અમારા ગ્રાહકો માટે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઓળખ હાંસલ કરતાં ઉત્સાહિત છીએ કે જેમણે સારા નંબર સાથે નવી કારનું બુકિંગ શરૂ કર્યું છે.

ટોયોટાના ડિઝાઇનર્સ દ્વારા વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલી કૂલ ન્યુ ગ્લાન્ઝા ટોયોટાની સિગ્નેચર સ્ટાઇલિંગ અને સ્પોર્ટીનેસને દર્શાવે છે. અમારું માનવું છે કે સ્ટાઇલિશ, ટેક્નોલોજીથી સજ્જ, સુરક્ષિત અને અનુકૂળ કાર ઇચ્છતા ગ્રાહકો માટે તે પરફેક્ટ પસંદગી છે.

ન્યુ ગ્લાન્ઝામાં ટોયોટાની આધુનિક કનેક્ટેડ ટેક્નોલોજી સ્વદેશી ટેક્નોલોજી – ટોયોટા આઇ-કનેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્માર્ટફોન અથવા સ્માર્ટવોચથી ઉપયોગમાં લઇ શકાય છે તથા તે 45થી વધુ વિશેષતાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. કૂલ ન્યુ ગ્લાન્ઝાને તમામ ડીલરશીપ ખાતે હાર્ટ ટચિંગ એક્સપિરિયન્સ વધુ અદ્ભુત બનાવે છે. ન્યુ ગ્લાન્ઝા ગુણવત્તા અને સેવાઓ પ્રત્યે ટોયોટાની કટીબદ્ધતાને ગ્રાહકોની માલીકીના અનુભવને નવાં ઉંચા સ્તરે લઇ જાય છે, પરિણામે દરેકને ખુશી મળે છે.

કૂલ ન્યુ ગ્લાન્ઝાનું ઇન્ટિરિયર ટોયોટા દ્વારા ઓફર કરાતા બેસ્પોક એક્સપિરિયન્સના સ્યુટ સાથે સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. કારમાં ક્લાસી ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર સાથે અર્ગોનોમિકલી ડિઝાઇન કરાયેલા વાઇડ લેગરૂમ અને હેડરૂમ, ટિલ્ટ અને ટેલીસ્કોપિક સ્ટિયરિંગ, સ્ટિયરિંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ સાથે પુશ સ્ટાર્ટ, ફૂટવેલ અને કર્ટસી લેમ્પ, 9-ઇંચ ન્યુ સ્માર્ટ પ્લેકાસ્ટ, ઓટો ઇસી આઇઆરવીએમ, ક્રૂઝ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ, યુવી પ્રોટેક્ટ ગ્લા, યુએસબી રિયર અને ઓટો એસી જેવી તમામ વિશેષતાઓ અદ્ભુત રાઇડ સાથે ખૂબજ અનુકૂળતા અને સગવડતા પ્રદાન કરે છે.

વધુમાં કૂલ ન્યુ ગ્લાન્ઝા 3 વર્ષ-100,000 કિમીની વોરંટી તથા 5 વર્ષ-220,000 કિમી સુધીની એક્સટેન્ડેડ વોરંટીના વિકલ્પ સાથે ટોયોટા એક્સપિરિયન્સ પ્રદાન કરે છે અને ગ્રાહકોના અનુભવમાં વધારો કરે છે. એક્સપ્રેસ મેન્ટેનન્સ દ્વારા માત્ર 60 મીનીટમાં પિરિયોડિક સર્વિસની અનુકૂળતા, થોડી ક્લિકમાં સર્વિસ એપોઇન્ટમેન્ટનું બુકિંગ તથા 24X7 રોડસાઇડ આસિસ્ટન્સથી મનને શાંતિ મળી રહે છે.

કૂલ ન્યુ ગ્લાન્ઝા માલીકીના સંપૂર્ણ ખર્ચ જેવી કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સ સ્કીમ તેમજ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરતી ઘણી કસ્ટમાઇઝ્ડ ઓફર આપે છે. વર્ષો દરમિયાન ટોયોટા ફાઇનાન્સ સર્વિસ (ટીએફએસ) ઉપરાંત કંપનીએ ઘણી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ સાથે ભાગીદારી કરી છે,

જેથી ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ગ્રાહકો માટે સ્પર્ધાત્મક દરે સરળ ફાઇનાન્સ વિકલ્પ સક્ષમ કરી શકાય. આજ પ્રકારે ટોયોટા ટુ ટ્રસ્ટ દ્વારા અપગ્રેડિંગ અને એક્સચેન્જિંગ સાથે ખરીદદાર વિશ્વસનીય, પારદર્શક અને સરળ પ્રકારે યુઝ્ડ કાર્સની ખરીદી અને વેચાણ કરવા માટે વન સ્ટોપ સોલ્યુશન મેળવે છે.

કૂલ ન્યુ ગ્લાન્ઝાનો ટોયોટા વર્ચ્યુઅલ શોરૂમ દ્વારા વ્યક્તિ તેમના ઘરેથી અનુકૂળ પ્રકારે અનુભવ કરી શકે છે. ગ્રાહકો 360-ડિગ્રી એક્સટર્નલ અને ઇન્ટરનલ વ્યૂઝ, તમામ ઉપલબ્ધ વેરિઅન્ટ અને કલર્સ જોઇ શકે છે તેમજ તેની વિશેષતાઓ, વેરિઅન્ટ મૂજબ તુલના પણ કરી શકે છે. તેનાથી ગ્રાહકો બટનની ક્લિક ઉઉપર ઇ-બુક કરી શકે છે.

ટોયોટા કૂલ ન્યુ ગ્લાન્ઝાનું બુકિંગ 9 માર્ચ, 2022થી રૂ. 11,000ની કિંમતે શરૂ થઇ ગયું છે. ગ્રાહકો www.toyotabharat.com ઉપર ઓનલાઇન બુકિંગ કરી શકે છે અથવા નજીકની ટોયોટા ડીલરશીપની પણ મુલાકાત લઇ શકે છે. વધુ માહિતી માટે ગ્રાહકો લોગ ઓન કરો – www.toyotabharat.com.

કૂલ ન્યુ ગ્લાન્ઝાને 276 શહેરોમાં અમારી કોઇપણ ડીલરશીપ (278 સેલ્સ અને 343 સર્વિસ આઉટલેટ્સ-ટચ પોઇન્ટ્સ) ખાતે સર્વિસ કરાવી શકાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers