Western Times News

Gujarati News

રઘુરામ રાજન પર વિકસિત દેશોને લાભ પહોંચાડવાની નાણાંકીય નીતિ અપનાવવાનો આરોપ

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ૨૦૧૪માં સત્તામાં આવ્યા હતાં તેના એક વર્ષ પછી નાણાં મંત્રાલયના એક અધિકારીએ રિઝર્વ બેન્ક પર વિકસિત દેશોને ફાયદો પહોંચાડવાની નાણાંકીય નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. અધિકારીનું કહેવું હતું કે એ વાતની તપાસ થવી જાેઇએ કે અંતે વ્યાજ દરોમાં ઘટાડો કેમ ન કરાયો અને તેના બદલે સેન્ટ્રલ બેન્કના ભાવોને નિયંત્રિત કરવાને મહત્વ આપ્યું.

આ સંબધમાં આરટીઆઇ દ્વારા ધ રિપોર્ટર્સ કલેક્ટિવે માહિતી માગી હતી જેના દ્વારા તેના દસ્તાવેજાે સામે આવ્યા હતાં. વાસ્તવમાં આરબીઆઇને લઇને આ દાવો અરૂણ જેટલીના માતહત કામ કરનારા નાણાં સચિવ રાજીવ મહર્ષિએ કર્યો હતો. અલ જજીરાના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

આરબીઆઇના ગવર્નર રહેલા રઘુરામ રાજને ૨૦૧૪માં મૌદ્રિક નીતિમાં કોઇ ફેરફાર કર્યો ન હતો જે તે સમયે ૮ ટકા હતો. તેમનું કહેવું હતું કે જાે વ્યાજ દર કાપવામાં આવશે તો પછી મોંઘવારીમાં તેજી આવી શકે છે. જાેકે ૨૦૧૫માં ફરી એક વખત યથાસ્થિતિ જાળવી રાખી.

મોદી સરકાર તેમની આ પોલિસી સાથે સહમત ન હતાં અને નાણાં મંત્રી અરૂણ જેટલી હોય કે પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમન બન્નેએ ખુલીને તેની આલોચના કરી હતી.

અલ જજીરાના રિપોર્ટ અનુસાર ૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ નાણાં સચિવ રાજીવ મહર્ષિએ એક ઇન્ટરનલ નોટ લખી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વ્યાજ દરમાં ૫.૭૫ ટકા સુધીનો કાપ હોવો જાેઇએ. મહર્ષિએ પોતાના પત્રમાં લખ્યો હતો, હું ના તો આ વિશ્લેષણ અને ના તો આ ર્નિણયથી સહમત છું કે વ્યાજ દરોને ૧૫૦ બેસિસ પોઇન્ટ્‌સ વધારે રાખવા જાેઇએ. તેના પગલે ભારતની ઇકોનોમીને મોટું નુકસાન થયું છે.

જેની ગણના પણ ન કરી શકાય. તેના પગલે ઇન્વેસ્ટમેન્ટ અને લોન બન્ને રોકાયા છે. આ આગળ મહર્ષિએ આરોપ મૂક્યો હતો કે આરબીઆઇ તરફથી અમીર વિદેશી કારોબારીઓની મદદ કરવામાં આવી રહી છે. આ કામ ભારતીય કારોબારીઓ અને નાગરિકોના ભોગે કરવામાં આવી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.