Western Times News

Latest News from Gujarat

ભરૂચમાં તબીબોની હડતાલના પગલે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ વિનાના

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

મૃતદેહોને પોસ્ટમોર્ટમ ન થતાં સિવિલ હોસ્પિટલમાં મૃતકોના સ્વજનો ચિંતામાં : ભરૂચથી ૩૦ કિલોમીટર દૂર હાંસોટના સી.એચ.સી સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમ કરી શકાશે : આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં તબીબો પડતર માંગણીઓને લઈ સતત ત્રીજા દિવસે પણ હડતાલ ઉપર રહેતા હોસ્પિટલમાં રહેલા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી.તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમનો પ્રશ્ન ઉભો થયો હતો અને ચાર જેટલા મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી હતી.જેના કારણે મૃતકોના સ્વજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.પરંતુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ વહેલી તકે થાય તે માટે સ્વજનોએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં તબીબોએ ૧૮ જેટલી પડતર માંગણીઓને લઈ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ઉપર ઉતર્યા છે.જેના કારણે હોસ્પિટલોમાં તબીબોના અભાવે ભારે દર્દીઓની હાલત દયનીય બની રહી છે.
ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રિએ ઓસારા મંદિર દર્શન કરી પરત ફરી રહેલા મોટર સાયકલ ઉપર સવાર મહિલા જ રોડ પર પટકાતા તેની ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું મોત થયું હતું અને આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો.
પરંતુ તબીબોની હડતાલના પગલે મૃતદેહ મોડી રાત્રી બપોર સુધી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પોસ્ટમોર્ટમ વિના રહ્યો હતો.તદુપરાંત અન્ય ત્રણ જેટલા મૃત્યુ પણ પોસ્ટમોર્ટમ વિના રહ્યા હતા જેના કારણે મૃતકોના સ્વજનોની હાલત પણ કફોડી બની હતી.
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ વિનાના હોવાના મુદ્દે હડતાલ કરી રહેલા આરોગ્ય અધિકારી ડોક્ટર જે. એસ દુલેરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ થી ૩૦ કિલોમીટર દૂર હાંસોટના સી.એચ.સી સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમ કરી શકાય છે.તેમ કહી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ વિના રહ્યા હોવાના કારણે મૃતકના પરિવારજનો ચિંતિત બન્યા છે.
જોકે ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત્ રહી હતી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી તબીબોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ ઉપર રહ્યા હતા અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાંથી તબીબોએ વિવિધ પડતર માંગણીઓને લઈ ભરૂચ શહેરમાં રેલી સ્વરૂપે નીકળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તબીબોની રેલી નીકળી શહેરના સ્ટેશન રોડ થઈ વિવિધ વિસ્તારોમાંથી ભ્રમણ કરી હોસ્પિટલ ખાતે પરત આવી હતી પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલના પગલે મૃતદેહ રઝળતા રહ્યા હતા.
સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ ૯૦ થી વધુ  ડોક્ટર્સ જોડાતા પી.એમ સહિત આરોગ્ય સેવાઓને  માઠી અસર થઈ રહી છે.ત્યારે હડતાળ પર ઉતરેલા  ડોક્ટર્સ દ્વારા સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલી કાઢવામાં આવી હતી.
ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના વર્ગ ૧ અને ૨ ના આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રો,સિવિલ હોસ્પિટલ,જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા તમામ સરકારી તબીબો પડતર માંગણીઓના મુદ્દે  રાજય વ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલ છે.
જેમાં ભરૂચ જિલ્લાનાના પણ કુલ ૯૦ થી વધુ તબીબો પણ હડતાળ મા જોડાતા આરોગ્ય સેવાઓને અસર થતાં ઓપીડી, પોસ્ટમોર્ટમ,ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ ગયેલ છે.
ગત રાત્રિ થી  ચાર જેટલા મૃતદેહો પી.એમ વિના પડી રહેતા પરિવારજનોની તેમજ દર્દીઓની હાલત કફોડી બની રહી છે.સરકારી તબીબો ની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ડોક્ટર્સ દ્વારા  રેલી કાઢી તેમની પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ બુલંદ બનાવી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી  આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon