Western Times News

Gujarati News

શાકભાજીનો પુરવઠો આવે ત્યારે ભાવ ઘટે એવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, મોંઘવારીના કારણે રોજીંદા વપરાશમાં લેવાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરિણામે ગૃહિણીઓની હાલત કફોડી બની ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ જતાં હવે લીમીટેડ શાકભાજી અવેજીમાં મળી રહ્યા છે.

તેમાંય મોેટાભાગના કુટુંૃંબોમાં શાકભાજી ખાવાને લઈને થોડો ઘણો કંકાસ તો રહે જ છે. એક તરફ ભાવ વધારો તો બીજી તરફ શિયાળુ શાક કરતાં ઉનાળામાં શાકભાજી ઓછી મળે છે. શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં જે શાકભાજી આવે છે તે અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી આવે છે. હજુ એકાદ મહિના પછી શાકભાજી નો નવો ફાલ આવી શકે છે.

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણીની શોર્ટેજને કારણે ખેડૂતો શાકભાજીનો પાક ઓછો લે છે. અસહ્ય ગરમીમાં શાકભાજી સુકાઈ જાય છે. તેથી શાકભાજીનો પુરવઠો ઓછો આવે છે. ભાવ વધવા પાછળનુૃં મૂળ કારણ બહારગામથી આવતો શાકભાજીનો પુરવઠો ઠપ્પ થઈ છે. હવેે એકાદ મહિના પછી રાબેતા મુજબ પુરવઠો મોટી માત્રામાં આવશે ત્યારે કદાચ થોડો ઘણો ભાવ ઘટાડો જાેવા મળશે. હાલમાં લીંબુના ભાવ આસમાને છે. લીંબુ મોટેભાગે હૈદ્રાબાદથી જ આવે છે.

હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ર૦-રર વર્ષની કારકીર્દીમાં લીંબુનો આટલો ઊંચો ભાવ પહેલી વખત જાેવા મળ્યો છે. હોલસેલ બજારમાં લીંબુ રૂા.રપ૦-૩૦૦ની આસપાસ મળી રહ્યા છે તો છૂટક માર્કેટમાં તેની શુૃં સ્થિતિ હશે તેની કલ્પના જ કરવી રહી ?? આગામી એકાદ મહિના પછી બહારગામથી શાકભાજીનો પુરવઠો આવશે ત્યારપછી સ્થિતિ થાળે પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.