Western Times News

Gujarati News

CNGના ભાવમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયાનો વધારો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, મોંધવારીના માર વચ્ચે પીસાતી જનતાને ગુરુવારે ફરી એકવાર મોટો માર પડ્યો છે, મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે સવારમાં ઉઠતાની સાથે જ મોટો આંચકો લાગ્યો છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં સતત બીજા દિવસે કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે.

આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૩ રૂપિયાનો વધારો થયો છે. એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં સીએનજી પર ૯.૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ સીએનજીના ભાવમાં આગલા દિવસે પ્રતિ કિલો રૂ. ૨.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ આજનો વધારો તાજેતરના સમયમાં સૌથી વધુ છે.

ત્રણ રૂપિયાના વધારા બાદ આજે દિલ્હીમાં સીએનજીની કિંમત ૬૯.૧૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે ૭૧.૬૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.

યુપીના મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી ૭૬.૩૪ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગુરુગ્રામમાં સીએનજીની કિંમત આજે ૭૭.૪૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

જ્યારે, રેવાડીમાં આજે સીએનજી ૭૯.૫૭ રૂપિયામાં ઉપલબ્ધ છે. માત્ર, કરનાલ અને કૈથલમાં આજથી સીએનજી ૭૭.૭૭ રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યો છે.

કાનપુર, હમીરપુર અને ફતેહપુરની વાત કરીએ તો અહીં ૩ રૂપિયાના વધારા બાદ સીએનજીનો ભાવ ૮૦.૯૦ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીનો ભાવ ૭૯.૩૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.