Western Times News

Gujarati News

બહેનનું મોત થતાં ક્રિકેટર હર્ષલ પટેલ IPL છોડીને ઘરે પહોંચ્યો

અમદાવાદ, ગુજરાતી ક્રિકેટર અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પોતાના પારિવારિક સભ્યના મોત બાદ તેઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગનો બાયો બબલ છોડી દીધો છે. Sister of Harshal Patel passed away- he has gone back home from Pune.

મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચ બાદ પરિવારના સભ્યના નિધનની ખબર સાંભળીને હર્ષલ પટેલ બાયો બબલથી બહાર થઈ ગયો હતો અને ઘરે પરત આવવા માટે રવાના થઈ ગયો હતો. જાણકારી પ્રમાણે હર્ષલ પટેલની બહેનનું મોત થતાં તે બાયો બબલ છોડી ઘરે પરત ફર્યો હતો.

છેલ્લી બે સિઝનથી હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ પર ટીમની સાત વિકેટની જીતમાં બે વિકેટ ઝડપી હતી. આઈપીએલ સૂત્રએ કહ્યું કે, દુર્ભાગ્યથી હર્ષલને પોતાની બહેનના નિધનને કારણે બાયો બબલ છોડવી પડી છે. તેણે પુણેથી મુંબઈ માટેની બસ લીધી ન હતી.

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષલ પટેલના બહેનની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. અને શનિવારે જ તેમનું નિધન થયું હતું. હર્ષલ પટેલે ચેન્નઈની સામે આગામી મેચ રમે તેવી શક્યતાઓ છે. ૧૨ એપ્રિલે આ મેચ રમાવવાની છે. જણાવવામાં આવ્યું છે કે, હર્ષલ પટેલ જ્યારે આઈપીએલમાં પરત ફરશે, ત્યારે તેને ક્વોરન્ટાઈન રહેવું પડશે,

આ દરમિયાન તેને કોરોના ટેસ્ટ પણ કરાવવા પડશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેને બાયો બબલમાં ફરીથી એન્ટ્રી મળી શકશે. ગત વર્ષે ડેબ્યૂ બાદ ૩૧ વર્ષીય હર્ષલે આઠ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. હર્ષલે આઈપીએલમાં ગત સિઝનમાં પર્પલ કેપ પણ જીતી હતી. તેણે ૧૫ મેચમાં સૌથી વધારે ૩૨ વિકેટ ઝડપી હતી.

તે હંમેશાથી આરસીબીનો સ્ટાર પ્લેયર રહ્યો છે. હાલની સિઝનમાં રમાયેલ ચાર મેચોમાં છ વિકેટ લેનારા હર્ષલ પટેલે જેવાં બોલર્સના કારણે જ આરસીબી આ સિઝનમાં અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.