Western Times News

Gujarati News

ઉથપ્પા-શિવમ દૂબેના ઝંઝાવાત સામે લાચાર CSK એ પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો

CSKના ૨૧૬ રનના જંગી સ્કોર સામે RCBની ટીમે ૧૯૩ રન નોંધાવ્યા, ચેન્નઈનો ૨૩ રને વિજય થયો હતો

મુંબઈ,
રોબિન ઉથપ્પા અને શિવમ દૂબેની વિસ્ફોટક બેટિંગ તથા બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી CSKએ IPL T-2૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવવામાં સફળતા મેળવી છે. IPL-૨૦૨૨માં રવિન્દ્ર જાડેજાની આગેવાનીવાળી CSKની ટીમ સળંગ ચાર મેચ હારી ગઈ હતી.

જાેકે, મંગળવારે CSKએ RCBને ૨૩ રને પરાજય આપીને પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નઈએ ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૬ રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

જેમાં ઉથપ્પા અને શિવમ દૂબેએ ઝંઝાવાતી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં RCBની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૯૩ રન નોંધાવ્યા હતા. CSK માટે દૂબેએ અણનમ ૯૫ અને ઉથપ્પાએ ૮૮ રન ફટકાર્યા હતા.

RCB સામે ૨૧૭ રનનો જંગી લક્ષ્યાંક હતો અને શરૂઆતથી જ ટીમ દબાણમાં હતી અને તેમાં તેણે નિયમિત રીતે વિકેટો ગુમાવી દીધી હતી. સુકાની ફાફ ડુપ્લેસિસ અને અનુજ રાવતની ઓપનિંગ જાેડીએ અપેક્ષા પ્રમાણે શરૂઆત કરી ન હતી. ડુપ્લેસિસ આઠ અને રાવત ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો.

જ્યારે સ્ટાર બેટર વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની આશા હતી પરંતુ તે ફક્ત એક જ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમે ૪૨ રનમાં ટોચની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, સુયશ પ્રભુદેસાઈ તથા દિનેશ કાર્તિકે પોતાની રીતે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમના પ્રયાસો જંગી લક્ષ્યાંક સામે વામણા સાબિત થયા હતા.

જાેકે, ત્યાં સુધી ચેન્નઈએ જંગી જૂમલો ખડકી દીધો હતો. ઉથપ્પાએ ૫૦ બોલમાં ૮૮ રન ફટકાર્યા હતા જેમાં 4 ચોગ્ગા અને 9 સિક્સર સામેલ હતી.
જ્યારે શિવમ દૂબે ૪૬ બોલમાં ૯૫ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. તેણે પાંચ ચોગ્ગા અને આઠ સિક્સર ફટકારી હતી. બેંગલોર માટે હસારંગાએ બે તથા જાેશ હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.