Western Times News

Gujarati News

વૉટસએપનું નવું ફિચર આવી રહ્યુ છે, ‘કોમ્યુનિટી’

કોલેજ, સ્કૂલ હોય કે પછી હાઉસિંગ સોસાયટી સહિતના ક્ષેત્રોમાં જ્યાં વૉટસએપના સભ્યોની ગુપ્તતા જળવાઈ રહેશે

હવેથી વૉટસએપ કોલિંગમાં 32 લોકોને જોડી શકાશે: જો કોઈ સભ્ય ગ્રુપ છોડે તો અન્ય સભ્યોને ‘લેફ્ટ’નો મેસેજ નહીં મળે: મેસેજ અંગેની પ્રતિક્રિયા આપતું ફિચર્સ પણ અપાશે

નવીદિલ્હી,  વૉટસએપ અનેક નવા ફીચર્સ લાવ્યું છે. હવે એક સાથે અનેક ગ્રુપ્સમાં વાત કરવી વધુ સરળ બની જશે. કંપનીએ એલાન કર્યું છે કે તે ‘કોમ્યુનિટી’ નામનું એક ફીચર લાવી રહી છે જેમાં વૉટસએપ અનેક ગ્રુપ્સને એડમિન એક સાથે એક કોમ્યુનિટીના દાયરામાં લાવી શકશે.

જો કે કોમ્યુનિટીમાં કેટલા ગ્રુપ્સ આવી શકે છે તેની સંખ્યા પર મર્યાદા લાગુ રહેશે. લોકોની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે એડમિનની મંજૂરી વગર એક ગ્રુપના લોકો બીજા ગ્રુપના નંબર અથવા નામને જોઈ શકશે નહીં પરંતુ એક સાથે એક કોમ્યુનિટીના ગ્રુપ્તસ સાથે સંવાદ કરવો સરળ જરૂર બની જશે.

વૉટસએપ ઈન્ડિયાના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલે જણાવ્યું કે સ્કૂલ હોય કે પછી હાઉસિંગ સોસાયટી સહિતના ક્ષેત્રોમાં જ્યાં વૉટસએપના અનેક ગ્રુપ્તસ હોય છે ત્યાં કોમ્યુનિટી ફિચર ઘણું કામનું સાબિત થશે. આ ફીચરથી સ્કૂલ પ્રિન્સિપલ તમામ ક્લાસના વાલીઓના ગ્રુપને એક કમ્યુનિટીમાં લાવીને તેની સાથે જરૂરી અપડેટ શેયર કરી શકે છે.

અમુક ખાસ ક્લાસના અલગ ગ્રુપ બનાવીને તેને એ ગ્રુપ સાથે જોડાયેલો મેસેજ આપી શકે છે. પ્રાઈવસીને ધ્યાનમાં રાખી નિયમોનું પાલન નહીં કરનારા લોકોને હટાવવાનો અધિકાર પણ એડમિન પાસે રહેશે. લોકો કમ્યુનિટીને મેસેજ મોકલી શકશે સાથે જ ઈચ્છે તો નાના ડિસ્કશન ગ્રુપ પણ બનાવી શકે છે.

એડમિનને પણ અનેક અધિકાર મળશે જેમ કે અનાઉન્સમેન્ટ મેસેજ કે જે એક સાથે તમામ ગ્રુપના સભ્યોને મળી જશે. આ ઉપરાંત વૉટસએપ અન્ય નવા ફીચર લાવી રહ્યું છે. એડમિનને હવે મેસેજ ડિલિટ કરવાનો અધિકાર પણ રહેશે.

આ ફીચર કમ્યુનિટી ઉપર પણ લાગુ પડશે. સાથે જ જો કોઈ ગ્રુપ છોડવા માંગતું હોય તો સાઈલન્ટ એક્ઝિટનું ફીચર પણ મળશે મતલબ કે ફલાણો સભ્ય નીકળી ગયો તેવો મેસેજ દેખાશે નહીં. વોટસએપ મેસેજ પર પ્રતિક્રિયા પણ આપી શકશે મતલબ કે કોઈ મેસેજ પર ખુશીનો એકરાર કરવો હોય તો તેના આઈકન મેસેજ સાથે જ જોડી શકાશે.

અને તેના માટે અલગથી મેસેજ નહીં બનશે. ટેલિગ્રામમાં આ ફીચર પહેલાંથી જ કામ કરી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે વોટસએપ પર આ ફીચર કેટલું કારગત નિવડે છે. આ ઉપરાંત હવે વોટસએપ ઉપર 2 GB સુધીની ફાઈલ પણ શેયર કરી શકાશે. વોટસએપની વોઈસ કોલમાં હવે 32 લોકોને જોડવાની સુવિધા મળશે.

કોલિંગ માટે નવી ડિઝાઈન પણ આવશે. વોટસએપે આ ફીચર્સનું એલાન કરી દીધું છે એટલા માટે આવનારા સપ્તાહોમાં તે કામ પણ કરવા લાગશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.