Western Times News

Gujarati News

ભારત આવનાર સમયમાં ચેમ્પિયન બનશે: કિરેન રિજિજૂ

નવેમ્બરમાં બ્રાઝિલમાં આયોજિત થનાર ફ્રી ફાયર વર્લ્ડ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે “નવાબઝાદે”

નવી દિલ્હી: ટીમ “નવાબઝાદે” આહે સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં આયોજિત ફ્રી ફાયર ઇન્ડિયા ટુડે લીગના માસ્ટર ઇન્ડિયા ગ્રાન્ડ માસ્ટર (વિજેતા)ના રૂપમાં સામે આવ્યાં છે.

ટીમ નવાબઝાદે એ ફ્રી ફાયર ઇન્ડિયા ટુડે લીગના ગ્રાન્ડ ફિનાલેમાં 8.5 લાખ રૂપિયાનું શ્રેષ્ઠ પુરસ્કાર રકમ પ્રાપ્ત કરી. તેઓ નવેમ્બરમાં બ્રાઝિલમાં આયોજિત થનાર ફ્રી ફાયર વર્લ્ડ સિરીઝ નામની એક વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાકેશ ભરવાડ, વિવેક ચૌધરી, કૃપેશ ચૌધરી અને રાધે ઠાકુર ગુજરાતના પ્રોફેશનલ ગેમર છે.

સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં ગેમિંગના શોખીનો અને ફાઇનાલિસ્ટોની એક વિદ્યુતિકૃત સભાને સંબોધિત કરતાં યુનિયન ઇનિસ્ટર ફોર યુથ અફેર્સ એન્ડ  સ્પોર્ટ્સ, કિરેન રિજિજૂ એ જણાવ્યું હતું કે, “મને ભારતમાં ફ્રી ફાયર ગેમિંગ લોન્ચ કરીને ખુશી છે. આ આપણા યુવાઓને ગેમિંગ ક્ષેત્રમાં પોતાના માટે એક નામ બનવવા અને પૈસા કમાવવાની તક પણ આપશે.”

આ ગેમનું આયોજન કરનાર ગ્રેનાના પાર્ટનર, ઇન્ડિયા ટુડે ગ્રુપના વાઇસ ચેરપર્સન સુશ્રી કલી પુરીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “નવી પહેલની શરૂઆત કરવી એક અદભુત ભાવના છે.

પરંતુ મને ઉર્જા, ઉત્સાહ અને એ ગતિની આશા નહોતી જેની સાથે રમત આગળ વધશે. આ ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ફ્રી ફાયર વિશ્વ સ્તર પર સૌથી લોકપ્રિય મોબાઈલ બેટલ રોયલ ગેમ છે. આ એપ એનીના અનુસાર, ત્રીજી સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ મોબાઈલ ગેમ અને ગૂગલ પ્લે અને આઈ ઓ એસ એપ સ્ટોરો પર વૈશ્વિક સ્તર પર સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવનાર લડાઈ રોયલ ગેમ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.