Western Times News

Latest News from Gujarat

વિજયનગર તાલુકાના દંતોડ ગામમાં વેરાઈ માતાજી મંદિરમાં તૃતીય વાર્ષિક પાટોત્સવ,સંત મેળાવડો યોજાયો

(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના દંતોડ ગામમાં શ્રી વેરાઈ માતાજી મંદિરમાં તૃતીય વાર્ષિક પાટોત્સવ,સંત મેળાવડો ધામધુમ પુર્વક યોજાયો હતો. વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ તા.૧૩/૬/ર૦૧૯ ને ગુરૂવારના રોજ શ્રી વેરાઈ માતાજી મંદિર પરીસરમાં ઉજવણી ધામધુમ પુર્વક યોજાઈ હતી.

દાતા કાળુભાઈ મગનભાઈ પટેલ ધ્વારા ભોજન, મંડપ, મુર્તી, શણગાર સહિતની સામ્રગી અપાઈ હતી. આમંત્રણ પત્રિકાના દાતા રામજીભાઈ લાલજીભાઈ પટેલ, મીનરલ ઠંડા પાણીની પરબના દાતા શંકરભાઈ થાવરાભાઈ પટેલ, ડી.જે.સાઉન્ડના દાતા હિરાભાઈ ભગાભાઈ પટેલ, પુજાપાના દાતા કાનજીભાઈ બેચરભાઈ પટેલ ધ્વારા દાન અપાયું હતું.

શામળાજી પાસેના વક્તાપુર આશ્રમ સનાતન ધર્મના પરમ પુજ્ય લાલજી મહારાજએ દાતાઓનો આભાર વ્યક્ત કરી આશીર્વચન પાઠવી ભવ્ય કથાનો લાભ આપતાં ભÂક્તમય રસપાન ભક્તોને કરાવ્યું હતું. સત્સંગ મેળાવડામાં સંતો, મહંતો, ભાવિક ભક્તોએ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહભેર લાભ લીધો હતો. શ્રી વેરાઈ માતાજી મંદિરમાં તૃતીય વાર્ષિક પાટોત્સવ, સંત મેળાવડાની ઉજવણી પ્રસંગે હરિઓમ મહિલા મંડળ, ભક્ત મંડળ, ગ્રામજનો,અર્બુદા યુવક ફાઉન્ડેશનએ જહેમત ઉઠાવી હતી.*