Western Times News

Gujarati News

મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિગ બાદ ચાર્જ

File

ટુ વ્હીલરના કિસ્સામાં દસ, ફોર વ્હીલર માટે ૩૦થી  વધુ પાર્કિગ ચાર્જ નહી વસૂલવાનો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ

અમદાવાદ, મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમકોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમકોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી.

જો કે, કોમર્શીયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિગની સુવિધા આપવા અને ત્યારબાદ પા‹કગ ચાર્જ વસૂલવા સુપ્રીમકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. સાથે સાથે ટુ વ્હીલરના કિસ્સામાં રૂ.દસ અને ફોર વ્હીલર માટે રૂ.૩૦થી વધુ પા‹કગ ચાર્જ નહી વસૂલી શકાય એવી પણ સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી. સુપ્રીમકોર્ટનો આ હુકમ તમામ મોલ-મલ્ટિપ્લેક્સમાં હવે લાગુ પડી શકશે.

કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે એવી પણ મહત્વની ટકોર કરી હતી કે, સંપૂર્ણ રીતે ફ્રી પાર્કિગ હોઇ ના શકે., તેથી પક્ષકારોએ તેમની રીતે જરૂરી સૂચનો અને દરખાસ્ત રજૂ કરવા જાઇએ જેને કોર્ટ ધ્યાને લેશે. સુપ્રીમકોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી તા.૧૯મી નવેમ્બરના રોજ મુકરર કરી હતી.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂધ્ધ બોઝની ખંડપીઠે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે, અરજદાર અને જીડીસીઆરના નિયમન નં-૭.૪માં નિર્દિષ્ટ અન્ય મર્કેન્ટાઇલ તથા એસેમ્બલી કેટેગરીમાં આવતાં કોમર્શીયલ બિલ્ડીંગોના માલિકો અને મેનેજરોએ તેમના બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓને પ્રથમ કલાક ફ્રી પાર્કિગની સુવિધા પૂરી પાડવાની રહેશે.

ત્યારબાદ તેઓ વાજબી પાર્કિગ ચાર્જ વસૂલી શકશે પરંતુ આ પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના કિસ્સામાં રૂ.દસ અને ફોર વ્હીલરના કિસ્સામાં રૂ.૩૦થી વધુ વસૂલી શકાશે નહી. સુપ્રીમકોર્ટમાં થયેલી આ પિટિશનમાં અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પા‹કગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિગના એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે.

હાઇકોર્ટને કાયદામાં પાર્કિગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિગની જોગવાઇ નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમકોર્ટે યોગ્ય દરમ્યાનગીરી કરવી જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ. કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિગ ફ્રી હોઇ શકે નહી પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઇએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિગ કરી શકાય.

આ કેસમાં રૂચિ મોલ્સ(આલ્ફા વન મોલ) તરફથી પણ કેસમાં જોડાઇને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન ગુજરાત સરકાર તરફથી આ કેસમાં વધુ સમય આપવા માંગણી કરી હતી. સુપ્રીમકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, મોલની આજુબાજુની સોસાયટીઓમાં પણ રહેવાસીઓને પા‹કગની સમસ્યા હોય છે, તેથી પેઇડ પાર્કિગ હોય તો તેઓ પણ મોલમાં પાર્ક કરી શકે કે કેમ તે અંગે પણ સૂચનો રજૂ કરવા પક્ષકારોને નિર્દેશ કર્યો હતો અને ઉપરોકત મહત્વનો વચગાળાનો આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.