Western Times News

Gujarati News

પ્રેમી યુગલ MPથી ભાગ્યુ, સુરત આવી બસ પાર્કિગમાં ઝેર પીધું

પ્રતિકાત્મક

પરિવારથી બચવા માટે પ્રેમી યુગલે સુરતમાં ઝેરી દવા પીધી -૬ દિવસ પહેલા મધ્યપ્રદેશથી ભાગેલા પ્રેમીપંખીડાએ વરાછા પારસી પંચાયતના બસ પાર્કિંગમાં ઝેર ગટગટાવ્યું હતું

સુરત,  મધ્ય પ્રદેશમાં રહેતા પ્રેમી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા જાેડે પ્રેમ કરતા હતા લગ્ન કરવા મગતા હોવા વચ્ચે પરિવાર જે રીતે વિરોધ કરતા હતા જેને લઇને આ પ્રેમી યુગલ ૬ દિવસ પહેલા મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવ્યું હતું પણ પરિવારજનો આ પ્રેમીયુગલનો પીછો કરી રહ્યા હતા

અને તેમની એક નહીં થવા દે તે બીકે કે આ પ્રેમીયુગલે આ બાબતે પુણા વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જાેકે પ્રેમી યુગલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રેમિકાનું મોત થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતના પુણા વિસ્તારમાં ગતરોજ એક એવી ઘટના બની કે જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતીમધ્ય પ્રદેશ ખાતે રહેલા એક પ્રેમી યુગલને પરિવારને પ્રેમ સંબંધ મંજુર ન હોવાથી ૬ દિવસ પહેલા એમપીનાં ગોગાવનથી ભાગેલા પ્રેમીપંખીડાએ વરાછા પારસી પંચાયતના બસ પાર્કિંગમાં બસમાં ઝેર ગટગટાવ્યું હતું.  જેમાં પ્રેમીકાનું મોત નિપજ્યું હતું.

મધ્યપ્રદેશના ગોગાવનના રહેવાસી વિજય દિનેશ ખડે (૨૩) અને સોનાલી દિવ્યેશ બામનીયા (૨૨) ૩ વર્ષથી પ્રેમસંબંધમાં હતા. અને બન્ને લગ્ન કરવા માંગતા હતા. વિજયના માતા પિતાનું અવસાન થઈ ગયું છે. જ્યારે સોનાલીના માતા પિતાને સોનાલીનાં વિજય સાથે લગ્ન મંજુર ન હતા.

સોનાલીએ તેના માતા-પિતાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા. આખરે ૧૦ એપ્રિલે બન્ને ગોગાવનથી ભાગી ગયા હતા. જેથી તેમના ગુમ થવા બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી. પરિવાર તેમનો પીછો કરતા હતા. તેથી તેમણે વરાછા પારસી પંચાયતનના બસ પાર્કિંગમાં લકઝરી બસમાં ઝેરી દવા પી લીધી હતી. આથી બન્ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

બીજી તરફ તેમના પરિવારના સભ્યો લોકેશનના આધારે સુરત આવ્યા હતા. જેમને ઘટનાની જાણ થતાં તેઓ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. વરાછા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મધ્ય પ્રદેશ થી સુરત ભાગી આવેલા પ્રેમી પંખીડાનો લોકેશનના આધારે પરિવારના સભ્યો પીછો કરતા હોવાથી બન્ને એક નહી થઈ શકે તેવી આશંકાને પગલે ઝેર ગટગટાવી લીધું હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું હતું જેને લઈને હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.