Western Times News

Gujarati News

સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું ઉમલ્લા નજીક કામ કરતા કોન્ટ્રાક્ટરના વોગલી પેવર મશીન સાથે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો.

રાજપીપળા તરફ થી આવતી ટ્રકે ડાઈવર્ઝન આપેલ હોવા છતાં કામ ચાલતું હોય તે ટ્રેક પર પોતાની ટ્રક લઈ જઈ મશીન સાથે અથાડી મોટું નુકસાન કર્યું.

(વિરલ રાણા) ભરૂચ,સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર હાલમાં ભરૂચ – અંકલેશ્વર થી ઝઘડિયા – રાજપારડી અને રાજપીપળા સુધીનું કામ ચાલે છે.રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે.અમદાવાદનાઓ સરદાર પ્રતિમા ધોરીમાર્ગનુ ઉમલ્લા નજીક કામ કરાવે છે.ગતરાત્રિના રાજેશભાઈ તેમના રાજપારડી ખાતેના નિવાસ સ્થાને હતા

ત્યારે રાતના બાર વાગ્યાના અરસામાં ઉમલ્લા તરફ કામ ચાલતું હોય વોગલી પેવર મશીનના ચોકીદાર પ્રવિણભાઈનો રાજેશભાઈ પર ફોન આવેલો હતો અને તેણે જણાવેલ કે આપણું મશીન રાજપારડી થી ઉમલ્લા તરફ જવાના ટ્રેક ઉપર પાર્ક કરેલ હતું અને બેરિકેટીગનું ડાયવર્ઝન આપ્યું હતું.તેમ છતાં એક ટ્રક વાળો રાજપીપળાથી રાજપારડી તરફ જતો હતો

તે વખતે રોંગ સાઈડે આવીને મશીન સાથે તેની ટ્રકને અથાડાવી દીધી હતી અને મશીનને મોટું નુકસાન કર્યું હતું તેમ જણાવ્યુ હતુ.જોકે સદ્દનસીબે આ અકસ્માતમાં ચોકીદાર તથા અન્ય કામદારોને કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વોગલી પેવર મશીનને ખૂબ મોટું નુકસાન થયું હતુ.કોન્ટ્રાક્ટર રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલે ઉમલ્લા પોલીસ મથકમાં જીજે ૧૩ વી ૫૬૮૬ નંબરની ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.