Western Times News

Gujarati News

બાયડના કોમ્પલેક્ષમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ચલાવતા વડોદરાના 2 શખ્સ નો પર્દાફાસ

અરવલ્લી જીલ્લામાં IPL ક્રિકેટની મોસમમાં સટોડિયાઓ ફરી સક્રિય થયા હોય તેવી બાતમીના આધારે બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાંથી બાયડ પોલીસે બે સટોડિયાઓને રંગેહાથ  ઝડપી પાડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે   વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમારે બાતમીના આધારે બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાં રવિવારે રાત્રે દરોડો પાડી ઓફિસમાં બેસીને CSK અને GT વચ્ચે ઓનલાઈન સટ્ટો રમતા બે વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડયા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, બાયડના જનમંગલ કોમ્પલેક્ષની ઓફિસમાંથી પોલીસે સંતોષીનગર, નિઝામપુરા, વડોદરાના રહીશ જયેશ  હીરાલાલ ઠક્કર અને વાઘોડિયા જી. વડોદરાના જ સચિન ઠાકોરભાઈ શાહને આબાદ રંગેહાથ ઝડપી  લઈ જેલહવાલે કર્યા છે.         બાયડ પોલીસને અન્ય બે આરોપીઓ લાલો અને બંટી હાથ ના લાગતાં તેમની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

બાયડ પોલીસને સ્થળ પરથી દરોડામાં ૧૯, ૨૦૦/-રૂપિયાની રોકડ, ઓગણીસ લાખ રૂપિયાની વૈભવી કાર નં. જી. જે. ૧૨.એફ.એ.૧૧૬૧., તથા ૧,૦૫૦૦૦/-રૂપિયાના ચાર મોબાઇલ,ટીવી સેટઅપ બોક્સ, રિમોટ સહિત કુલ રૂપિયા ૨૦,૪૦,૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર પ્રકરણમાં બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમારે જાતે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.