Western Times News

Gujarati News

જલારામ ગૌશાળા, ભાભરનાં ટ્રસ્ટીઓ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ એનિમલ હેલ્પલાઈનની મુલાકાત લેવાઈ

શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો બનાસકાંઠા)એ માંદી ગાયોની સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ તથા ગૌશાળા છે. જયાં હાલ લગભગ ૧૧૦૦૦ જેટલી ગાયોની સારવાર તથા નિભાવ થઈ રહયો છે. ગૌ માતાઓની દેવભાવથી સેવા, સુશ્રુષા, બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળા ‘ની સ્થાપના આજથી ૩૬ વર્ષ પહેલા એકલ દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ હતી.

આ સંસ્થા ભવિષ્યમાં  ૧૧૦૦૦ ગાયો માટેના આવાસ (શેડો) ગાર્ડન, ઉપેક્ષિત વડિલો માટે ” વડીલોનું વૈકુંઠ” વૃધ્ધાશ્રમ, નિરાધાર બાળાઓ તથા માનસિક અસ્થીર ” મહિલાઓ માટે આશ્રમ શાળા, પંચગવ્ય આધારીત ઔષધાલય (દવાખાનું) સહ પશુ નિરીક્ષક (એલ.આઇ) કોલેજની સ્થાપના આવા અનેક શુભકાર્યો કરવાના સંકલ્પો છે.

શ્રી જલારામ ગૌશાળા પરીવારના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો લીલાધરભાઇ ઠકકર, મહેશભાઇ ઠકકર ગણાત્રા અને મોહનભાઇ પંખી સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંસ્થાના મિતલ ખેતાણી , ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર દ્વારા તેમની સાથે જીવદયા,ગૌ સેવા , માનવતા જેવા મુદાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.