Western Times News

Gujarati News

એસટી બસે બાઈકને અડફેટે લેતા અકસ્માત : યુવકની આંખો બહાર નીકળી આવી

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે મોટા વાહન ચાલકોની બેદરકારીના ભોગે નિર્દોષ લોકો નો ભોગ લેવાઈ રહ્યો છે મોડાસાના જીવણપુર બસ સ્ટેન્ડ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઈક સવાર બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત માં બાઈક સવાર એક યુવકની આંખો બહાર નીકળી આવતા બિહામણું દ્રશ્ય જોવા મળ્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલા લોકો પણ ડરી ગયા હતા મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે ધસી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા શામળાજી હાઇવે પરના જીવણપુર ચોકડી પર ટીંટોઇ બાજુથી આવતી ટીંટોઇ અમદાવાદ એસ ટી બસ હિંમતનગર જવા માટે જીવણપુર ચોકડીથી બોલુન્દ્રા જવાના રોડ પર ચોકડી ક્રોસ કરતા મોડાસા તરફથી આવતા બે બાઈકસવાર યુવકોને અડફેટે લીધા હતા અકસ્માતમાં મેઘરજના ઝરડા ગામના નીતિન કાંતિલાલ ઉ.વ.૨૨ તથા મીરાવાડા ગામનો શૈલેષ દિનેશભાઇ ઉ.વ ૧૮ ને બસની ટક્કરથી ગંભીર ઇજાઓ થતા બંને યુવકોને ટોલપ્લાઝાની એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા આંખો બહાર નીકળી આવતા માથાના ભાગે રૂમાલ બાંધી દીધો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.