Western Times News

Gujarati News

ભારતીય પૂર્વ વિકેટ કીપરની કિડની ફેલ થતા સંપૂર્ણ રીતે ડાયાલિસિસ પર

નવીદિલ્હી, વર્ષ ૧૯૯૩માં હીરો કપ જીતનારા મોહમ્મદ અજહરુદ્દીનના કેપ્ટનવાળી ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્‌સમેન રહી ચૂકેલા વિજય યાદવની કિડની ફેલ થઈ ગઈ છે અને જે બાદ વિજય સમગ્ર રીતે ડાયાલિસિસ પર ગયા છે.

Vijay Yadav પોતાના સમયમાં એક એવા વિકેટકીપર તરીકે જાણીતા હતા જે એક ઉમદા બેટ્‌સમેન પણ હતા. તેમણે ભારત માટે એક ટેસ્ટ મેચ અને ૧૯ વનડે મેચ રમ્યા.

અમુક વર્ષ પહેલા વિજય યાદવનુ કાર એક્સિડન્ટ પણ થયુ હતુ, જેમાં તે માંડ-માંડ બચ્યા હતા અને તેમને ઘણો સમય હોસ્પિટલમાં પસાર કરવો પડ્યો હતો પરંતુ વિજય ત્યારથી જ કેટલાક મોર્ચા પર અલગ-અલગ પરેશાનીઓ સામે ઝઝૂમતા રહ્યા. હવે વિજય યાદવને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે, જે માટે ઈન્ડિયન ક્રિકેટ એસોસિએશન રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યાદવને અગાઉ બે હાર્ટ એટેક પણ આવી ચૂક્યા છે. જ્યારે વર્ષ ૧૯૯૧માં હરિયાણાએ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તો આ ખિતાબી જીતમાં યાદવની વિકેટકીપિંગ અને બેટ્‌સમેનનુ મહત્વનુ યોગદાન હતુ. આ વર્ષે યાદવે ૨૪ કેચ લીધા અને છ સ્ટમ્પ બનાવ્યા.

આ પ્રદર્શનના કારણે તેમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જાે કે, યાદવ તેમની ક્ષમતા મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યા ન હતા.

હરિયાણા તરફથી રમતા વિજયે પોતાની કારકિર્દીમાં ૩૬.૨૫ની એવરેજ સાથે ૮૯ ફર્સ્‌ટ ક્લાસ મેચ રમી, ૭ સદી અને ૨૩ અર્ધશતકથી ૩૯૮૮ રન બનાવ્યા. આ મેચોમાં વિજય યાદવે ૫૨ કેચ પકડ્યા અને ૩૩ સ્ટમ્પ પણ કર્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.