Western Times News

Gujarati News

લખનૌને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલોર બીજા ક્રમે

નવી દિલ્હી, સુકાની ફાફ ડુપ્લેસિસની આક્રમક બેટિંગ બાદ જાેસ હેઝલવુડે કરેલી ઘાતક બોલિંગની મદદથી RCB IPL T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં મંગળવારે ૧૮ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો.

IPL-2022માં મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં RCBનો મુકાબલો LSG સામે હતો. LSGએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બેંગલોરે સુકાની ફાફ ડુપ્લેસિસની ૯૬ રનની ઈનિંગ્સની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

જેના જવાબમાં લખનૌની ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. લખનૌ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૩ રન નોંધાવી શક્યું હતું. હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી. આ વિજય સાથે RCB ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે.

બેંગલોરે સાત મેચમાંથી પાંચ મેચમાં વિજય નોંધાવ્યો છે. જ્યારે LSG ચોથા ક્રમે આવી ગયું છે. LSG સામે ૧૮૨ રનનો લક્ષ્યાંક આવ્યો હતો પરંતુ તેના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જ્યારે RCBના બોલર્સે શરૂઆતથી જ લખનૌના બેટર્સને દબાણમાં રાખ્યા હતા. ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી.

૩૩ રનના સ્કોર સુધીમાં ટીમે તેના બે મહત્વના ખેલાડીઓ ગુમાવી દીધા હતા. ઓપનર ક્વિન્ટન ડીકોક ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે મનીષ પાંડેએ છ રન નોંધાવ્યા હતા. બાદમાં સુકાની લોકેશ રાહુલ અને કૃણાલ પંડ્યાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રભાવશાળી બેટિંગ કરી હતી.

જાેકે, આ જાેડી વધારે સમય ટકી ન હતી. ૩૧ રનની ભાગીદારી નોંધાવીને લોકેશ રાહુલ આઉટ થઈ ગયો હતો. તેણે ૨૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. કૃણાલ પંડ્યાએ આક્રમક બેટિંગ કરી હતી અને ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૨ રન ફટકાર્યા હતા. આ બંને બેટર આઉટ થયા બાદ મિડલ ઓર્ડરના બેટર્સ કંઈ કમાલ કરી શક્યા ન હતા.

દીપક હૂડા અને આયુષ બદોની ૧૩-૧૩ રન નોંધાવીને આઉટ થયા હતા. આ ઉપરાંત માર્ક્‌સ સ્ટોઈનિસે ૨૪ અને જેસન હોલ્ડરે ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. RCB માટે જાેસ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે હર્ષલ પટેલે બે તથા મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને એક-એક સફળતા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.