Western Times News

Gujarati News

રાજયોગીની કૈલાશદીદીના જન્મદિવસની ગાંધીનગરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય ગાંધીનગરના નિર્દેશિકા આદરણીય રાજયોગીની કૈલાશદીદીજી, ૨૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ ૭૫મા વર્ષમાં પ્રવેશતા તેમનો ૭૪ મો જન્મદિવસ બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો.

આ શુભ પ્રસંગે દીદીજીનું બ્રહ્માકુમારીઝ, ચીલોડાના સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેન, ઉર્જાનગર સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે. રંજનબેન, સેક્ટર.૨/સી, સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.ભાવનાબેન, સરગાસણ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.મેઘાબેન, સરઢવ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.હિરલબેન

અને સેક્ટર.૨૮ સેવાકેન્દ્રના બ્રહ્માકુમારી બહેનો દ્વારા આત્મસ્મૃતિ તિલક, પાઘડી, ચુંની, હારથી શ્રુંગારીત કરી સન્માનિત કરવામાં આવેલ. જન્મદિવસ પ્રસંગે આમંત્રિતો દ્વારા કેન્ડલ લાઇટિંગ કરી વિશેષ કેક કટિંગ કરવામાં આવેલ.

આ વિશેષ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગાંધીનગરના પુર્વ મેયર ભગિની રીતાબેન પટેલ, કેપિટલ ઓફસેટ્સ અને કેપિટલ વર્તમાનના માલિક ભ્રાતા રમેશભાઈ પટેલ, દિનેશભાઈ, સાયન્ટિસ્ટ અને પુર્વ ગ્લોબલ ડાયરેક્ટર બાર્કલેઝ  બેંક લંડન બી.કે.રશ્મિભાઈ, ગાયત્રી બેન,

પુર્વ કોર્પોરેટર ભગિની હર્ષાબા ધાંધલ તથા સંસ્થા નિયમિત વિધ્યાર્થીઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહી પોતાના શાબ્દિક/મૂક શુભભાવના શુભકામના વહેવડાવી અણમોલ ભેટ સોગાત અર્પણ કરેલ. આ પ્રસંગે કુમારીઓએ પોતાના આગવા નૃત્ય, ગીત અને ગિટાર પરના સંગીતથી સૌના મન મોહી લીધા હતા. ગરબા, ભાંગડા, સનેડો, રાજસ્થાની નૃત્યમાં જૂમી આ પસંગમાં ઉપસ્થિત સૌને શિવબાબા દ્વારા અશરીરીપનનો અનુભવ કરાવેલ.

પ્રસંગોપાત કૈલાશદીદીજી એ આશીર્વચન આપતા જણાવેલ કે, પોતે ૧૧ વર્ષની કુમળી વયે તેમના જન્મ સ્થાન હિમાચલ પ્રદેશથી બીજ રૂપે બ્રહ્માકુમારીમાં જોડાઈ, બ્રહ્માકુમારીઝ પંજાબમાં ઈશ્વરીય સેવા આપી વેલ થયેલ, બ્રહ્માકુમારીઝ રાજસ્થાન  જયપુર ખાતે ઈશ્વરીય સેવા આપી અંકુરિત થઇ ફૂલ આવેલ અને ગુજરાત તેનું ફળ ખાઈ રહ્યું છે

એટલે કે છેલા ૪૩ વર્ષથી તેઓ બ્રહ્માકુમારીઝ ગાંધીનગર ખાતે સેવા આપી રહ્યા છે.   કાર્યક્રમને અંતે સૌ એ પરમાત્માની યાદમાં કેકની સાથે સાથે આઇસ્ક્રીમ અને વિશેષ પ્રભુ પ્રસાદ ગ્રહણ કરેલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.