Western Times News

Gujarati News

કોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને 6 મહિનાનો બ્રેક લેવો જોઈએ : રવિ શાસ્ત્રીની કોહલીને સલાહ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ Virat Kohli ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતં કે જો Virat Kohli આગામી છ-સાત વર્ષ દેશ માટે રમવા માગતો હોય તો તેણે આરામ કરવો જોઈએ.

શાસ્ત્રીના કહેવા પ્રમાણે, Virat Kohliએ માનસિક થાક દૂર કરવા માટે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ અને પછી મેદાનમાં પરત ફરવું જોઈએ. કોહલી લાંબા સમયથી કોઈપણ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. આની અસર ભારતના પ્રદર્શન પર પણ પડી છે અને 2021 T20 વર્લ્ડ કપ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ODI અને T20 સિરીઝ પણ હારી ગઈ છે.

શાસ્ત્રીના મતે કોહલી માનસિક રીતે થાકી ગયો છે, તેથી જ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. IPLની વર્તમાન સીઝનમાં વિરાટ સાત ઇનિંગ્સમાં માત્ર બે વખત 40થી વધુ રન બનાવી શક્યો છે.

જો તમામ ફોર્મેટને એકસાથે લેવામાં આવે તો છેલ્લી 100 ઇનિંગ્સમાં તેણે એકપણ સદી નથી ફટકારી. આ દરમિયાન તેણે ભારતની T20 અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, જ્યારે તેને ODIની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પહેલાં તેણે RCBની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે રવિ શાસ્ત્રી જેવા ખેલાડીઓને સંભાળવાની જરૂર છે. બાયો બબલમાં, તેને મર્યાદિત જગ્યાએ ફરવાની છૂટ છે અને એનાથી તેની રમત પર અસર પડી છે.

શાસ્ત્રીના મતે તે બે મહિના, એક મહિનો કે 15 દિવસનો હોય. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં હોય કે પછી. તેને આરામની જરૂર છે, કારણ કે તેની પાસે 6-7 વર્ષનું ક્રિકેટ બાકી છે અને તમે નથી ઈચ્છતા કે તે માનસિક રીતે થાકીને એને ગુમાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.