Western Times News

Gujarati News

સિકલસેલ પીડિત મહિલાના લગ્ન જીવનમાં વિખવાદ: અભયમે કરાવ્યું સમાધાન

વડોદરા, એક બીમારી નામે સિકલસેલ એક મહિલા માટે આરોગ્ય ઉપરાંત કુટુંબમાં વિખવાદનું કારણ બની હતી.આખરે અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઈન ની મધ્યસ્થી થી પીડિત મહિલાની મુશ્કેલીનું નિવારણ થયું હતું.તાજેતરમાં એક પરણિતા એ 181મા કોલ કરી, પોતાને સિકલસેલ ની બિમારી છે જેની સારવાર પાછળ ઘણો ખર્ચ થવાથી મારી સાસરી વાળા હવે રાખવા માગતાં નથી તેવી મુશ્કેલી રજૂ કરી હતી.તેનું લગ્નજીવન આ આરોગ્ય સમસ્યા થી  ભંગાણ ના આરે પહોંચી ગયું હતું જેમાં મદદરૂપ બનવા મહિલાએ વિનતી કરી હતી.

તત્કાળ પ્રતિસાદ આપતાં અભયમ રેસ્કયુ ટીમે સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપ્યું જેનું સારું પરિણામ મળ્યું અને તેના સાસરિયાં પરણિતાને સાસરી માં રાખવા સંમત થયાં હતા.મળતી માહિતી મુજબ પરણિતા એ લગ્ન પહેલાં પોતાને સિકલસેલ ની બિમારી છે તે જણાવી લગ્ન કર્યું હતું. પરતું થોડા સમય બાદ તેઓ બીમાર પડતા તેઓ ને હોસ્પિટલ મા સારવાર અપાવવાનો ઘણો ખર્ચ થયો અને  લાંબા ગાળા સુધી સારવાર કરાવવાની તબીબી સલાહ મળી.

જેથી તેમની સાસરી વાળા એ પરણિતા ને , હવે તું સંતાન નો જન્મ પણ નહી આપી શકે અને તારી બીમારી નો ખર્ચો અમો કરી શકીએ તેમ નથી તેવું જણાવી ઘર માંથી નીકળી જવાનુ દબાણ કર્યું હતું.પરણિતા એ ઘણી કાકલૂદી કરી પરતું સાસરી વાળા તેમને રાખવા તૈયાર ના થતા છેવટના ઉપાય તરીકે 181મહિલા હેલ્પ લાઇન નો સંપર્ક કરી તૂટતાં લગ્નજીવનને બચાવવા વિનતી કરી હતી.

અભયમ ટીમે પતિ અને સાસુ સસરા નું અસરકારક કાઉન્સિલગ કરી માગૅદશૅન આપ્યું કે આ રોગ ચેપી નથી કે ગર્ભ ધારણ કરવામાં કોઈ મૂશ્કેલી આવશે નહિ તેની યોગ્ય સારવાર કરાવવાથી આ રોગ નિયંત્રણમાં  આવશે આ માટે સરકારી હોસ્પિટલ મા સિકલસેલ વિભાગ કાર્યરત છે જેમાં યોગ્ય સારવાર મળી શકશે.આવી બીમારી મા પરણિતા ને સારવાર અને હુંફ આપવાને બદલે ઘર માંથી કાઢી મુકવા સામાજીક અને કાયદાકીય અપરાધ બને છે સંજોગોવસાત કોઈને પણ કોઈ બીમારી આવી શકે તો તેને ઘર માથી કાઢી મુક્તા નથી તેની યોગ્ય સારવાર કરાવીએ છીએ તેમ પરણિતા ને પણ પરિવારના સભ્ય તરીકે સ્વિકારી યોગ્ય કાળજી લેવી જોઇએ.

આમ અસરકારક કાઉન્સિલગ કરતા સાસરીયાઓ મહિલાને સાથે રાખવા સમ્મત થયા હતાં. અભયમે પરિવારના સભ્યો ના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી.આમ અસરકાર સમજાવટ થી એક પરણિતા નું લગ્નજીવન ફરી થી પાટે ચડ્યું હતું. અભયમ પ્રવક્તાએ આ પ્રકારની કે અન્ય પ્રકારની મુશ્કેલીઓ માં મહિલાઓ ને ૧૮૧ પર કોલ કરી મહિલા સુરક્ષા હેલ્પ લાઈન ની મદદ મેળવવા અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.