Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરઃ ૪ આતંકી ઠાર, ૧ જવાન શહીદ, ૫ ઘાયલ

શ્રીનગર, ૨૪ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પહેલા આતંકવાદીઓની ચાલી રહેલી કાર્યવાહીમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે ૫ જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર સુંજવાનમાં થયું હતું. જેમાં ૪ આતંકીઓ માર્યા ગયા છે.

ગુરુવાર-શુક્રવાર દરમિયાન જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે ૫ અન્ય ઘાયલ થયા છે. જાે કે સુરક્ષા દળોએ ૪ આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ ઝોનના પોલીસ વડા મુકેશ સિંહના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

અહીંના એક ઘરમાં ઘણા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે ૨૪ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે જવાના છે. જેના કારણે આતંકી હુમલામાં વધારો થયો છે. વડાપ્રધાન મોદી જમ્મુ નજીક એક મોટી રેલીને સંબોધિત કરશે. પંચાયત રાજ દિવસ નિમિત્તે હજારો પંચાયત સભ્યો તેમાં સામેલ થશે. વડાપ્રધાનની રેલીને ધ્યાનમાં રાખીને અહીં સતત સર્ચ ચાલુ છે.

આ પહેલા બારામુલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર યુસુફ કંત્રુ પણ સામેલ હતો. આ અથડામણમાં ૩ જવાન અને એક નાગરિક પણ ઘાયલ થયા છે. એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો યુસુફ કાંત્રુ ગયા મહિને બડગામમાં પોલીસ એસપીઓ અને તેના ભાઈની હત્યામાં પણ સામેલ હતો.

જણાવી દઈએ કે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે ૨ વર્ષથી બંધ રહેલ અમરનાથ યાત્રા ૨૦૨૨ આ વખતે ૩૦ જૂનથી શરૂ થશે. તે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ સમાપ્ત થશે.

૪૩ દિવસની આ યાત્રા માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કાશ્મીરના આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર આગામી બાબા અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સર્ચ વધારી દેવામાં આવ્યું છે. આશંકા છે કે તેઓ પ્રવાસમાં ખલેલ પહોંચાડી શકે છે.

અહીં, સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિક દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને ભ્રષ્ટાચારના કેસો અંગે તપાસ શરૂ કરી છે.

મલિકે આરોપ લગાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં સરકારી કર્મચારીઓને ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમનો કોન્ટ્રાક્ટ આપવા અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ. ૨,૨૦૦ કરોડના સિવિલ વર્ક્‌સ માટે તેમને લાંચની ઓફર કરવામાં આવી હતી.

આ મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી છે. સીબીઆઈએ ગુરુવારે જમ્મુ, શ્રીનગર, દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશના નોઈડા, કેરળના ત્રિવેન્દ્રમ અને બિહારના દરભંગામાં ૧૪ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.