Western Times News

Gujarati News

સિઝનમાં મુંબઈ પોતાની સતત આઠમી મેચ હારી ગયું

નવી દિલ્હી, IPL ૨૦૨૨ની સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ Mumbai Indiansની હાલત ખુબ જ ખરાબ છે. આ સિઝનમાં MI પોતાની સતત આઠમી મેચ હારી ગયું છે. LSG સામે ટોસ જીતીને MIએ પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો.

LSG ના કેપ્ટન KL Rahul  મુંબઈ સામેની બીજી મેચમાં સતત બીજી સદી ફટકારી હતી. LSGએ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૬૮ રન બનાવ્યા હતા. ૧૬૯ રનોનો પીછો કરતાં MIની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ૨૦ ઓવરના અંતે મુંબઈની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૧૩૨ રન જ બનાવી શકી હતી. આમ લખનૌનો ૩૬ રનોથી શાનદાર વિજય થયો હતો.

આ સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પાંચમી જીત સાથે લખનૌની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આમ હવે મુંબઈની ટીમ પ્લેઓફમાંથી લગભગ આઉટ થઈ ચૂકી છે. ૧૬૯ રનોનો પીછો કરતાં મુંબઈની ખરાબ શરૂઆત થઈ હતી.

IPLનો સૌથી મોંઘો ખેલાડી Ishan Kishan આજે પણ ચાલ્યો ન હતો, તે ૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, કેપ્ટન Rohit Sharmaએ ૩૧ બોલમાં ૩૯ રન બનાવી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

પણ બાદમાં આજે બેબી એબી ડેવાલ્ડ બ્રેવિસનું બેટ પણ શાંત રહ્યું હતું. તે ૩ રન બનાવીને કેચ આઉટ થયો હતો. સુર્યકુમાર યાદવ પણ ૭ રન બનાવી શક્યો હતો. જાે કે, તિલક વર્માએ મધ્ય ક્રમમાં ૩૮ રન બનાવી મુંબઈને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. કેઈરોન પોલાર્ડ પણ ૧૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

જ્યારે જયદેવ ઉનડકટ ૧ રન બનાવી શક્યો હતો. અને ૨૦ ઓવરના અંતે મુંબઈની ટીમ ૮ વિકેટના નુકસાન પર ૧૩૨ રન બનાવી શકી હતી. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ ૩ વિકેટ ઝડપી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં લખનૌએ ધીમી શરૂઆત કરતાં પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને ૩૨ રન બનાવ્યા હતા.

આ દરમિયાન ઓપનિંગ બેટ્‌સમેન ક્વિંટન ડિ કોક ૧૦ રન બનાવી બુમરાહનો શિકાર બની ગયો હતો. ત્રીજા નંબરે આવેલો મનીષ પાંડેએ કેપ્ટન કેએલ રાહુલની સાથે ટીમ માટે મહત્વપુર્ણ રન બનાવ્યા હતા. જેનાથી ૯ ઓવર બાદ ટીમનો સ્કોર ૫૦ રનોન પાર પહોંચી ગયો હતો.

આ વચ્ચે કેપ્ટન રાહુલે તાબડતોડ બેટિંગ કરતાં ૩૭ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પણ ૧૨મી ઓવરમાં પોલાર્ડે મનીષને ૨૨ રન પર આઉટ કર્યો હતો. જેના કારણે રાહુલ અને પાંડે વચ્ચે ૪૭ બોલમાં ૫૮ રનોની પાર્ટનરશિપનો અંત આવ્યો હતો. ચોથા નંબર ર આવેલાં માર્ક્‌સ સ્ટોઈનિસે મેદાન પર આવ્યો હતો. આ દરમિયાન કેપ્ટન રાહુલ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો.

૧૩મી ઓવરમાં સેમ્સના બોલ પર સ્ટોઈનિસ અને ૧૪મી ઓવરમાં પોલાર્ડના બોલ પર કૃણાલ પંડ્યા ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. જેનાથી લખનૌ ચાર વિકેટ ગુમાવીને ૧૦૩ રન બનાવ્યા હતા. ૧૬મી ઓવરમાં મેરેડિથના બોલ પર દીપક હુડ્ડા ૧૦ રન બનાવીને આઉટ થયો હતો, આ સાથે ૧૨૧ રનો પર લખનૌની પાંચમી વિકેટ પડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.