Western Times News

Gujarati News

પંજાબ કિંગ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૧ રને વિજય મેળવ્યો

મુંબઈ, Shikhar Dhawanની અડધી સદીની મદદથી PBKS IPLમાં CSK સામે ૧૧ રને વિજય મેળવ્યો છે. PBKS ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં CSK ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૬ રન બનાવી શક્યું હતું.

પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શિખર ધવને IPL એટલે કે Indian Premier League 2022માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધવને તેની સાથે જ ૬૦૦૦ રન પૂરા કરી લીધા છે. સોમવારે Csk સામે રમાયેલી મેચમાં પોતાનો બીજાે રન બનાવતાની સાથે જ ધવન આ આંકડાને પાર કરી ગયો અને તેણે ૨૦૦મી મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

શિખર ધવન IPLમાં ૬૦૦૦ રન પૂરા કરનારો માત્ર બીજાે બેટ્‌સમેન છે. કેમ કે તેની પહેલાં માત્ર Virat Kohli જ આ સિદ્ધિ મેળવી શક્યો છે. વિરાટ કોહલીએ ૨૧૫ મેચમાં ૩૬.૫૮ની એવરેજથી ૬૪૦૨ રન બનાવ્યા છે. તે સિવાય તેના નામે એક જ સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ છે.

IPL 2016માં વિરાટ કોહલીએ ચાર સદીની મદદથી ૯૭૩ રન બનાવ્યા હતા. તો ધવને અત્યાર સુધી IPL ૨ સદી અને ૪૬ અર્ધસદી બનાવી છે. Csk સામે ધવને ૫૯ બોલમાં ૮૮ રનની અણનમ ઈનિંગ્સ રમી. જેમાં ૯ ચોક્કા અને ૨ સિક્સ ફટકારી.

આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન ધવને ચેન્નઈ સામે IPL કારકિર્દીમાં ૧૦૦૦ રન પણ પૂરા કરી લીધા. ચેન્નઈ સામે આ પહેલાં કોઈપણ બેટ્‌સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. સાથે જ ધવન ૨૦૦મી આઈપીએલ મેચમાં આટલો મોટો સ્કોર બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે.

આ પહેલાં Rohit Sharma એ પોતાની ૨૦૦મી IPL મેચમાં ૬૮ રન બનાવ્યા હતા. csk સામે શાનદાર રમત બતાવીને શિખર ધવને ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૯૦૦૦ રન પૂરા કરી લીધા. ધવનની પહેલાં ભારતીય બેટ્‌સમેનોમાં વિરાટ કોહલી અને શિખર ધવન જ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.