Western Times News

Gujarati News

10 કરોડ ગ્રામીણો સુધી આ રીતે પહોંચશે LICનો IPO

એલઆઇસીનો આઇપીઓ આવી રહ્યો છે ત્યારે સ્પાઇસ મની અને રેલિગેર બ્રોકિંગે ગ્રામીણ ભારતમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની પ્રક્રિયા સરળ કરવા અનોખી પ્રકારની લાંબા ગાળાની ભાગીદારી કરી છેઃ તેનાથી 10 લાખ સ્પાઇસ મની અધિકારીઓની મદદથી મૂડી બજાર સંલગ્ન પ્રોડક્ટ્સમાં રોકાણ કરી શકાશે

મુંબઇ, ગામડાંમાં બેન્કિંગ ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહેલી ભારતની અગ્રણી રૂરલ ફાઇનાન્સિયલ ટેકનોલોજી કંપની સ્પાઇસ મનીએ ગામડાંના નાગરિકો એલઆઇસીનો મેગા આઇપીઓ ભરી શકે તે માટે રેલિગેર બ્રોકિંગ લિમિટેડ (RBL) સાથે ભાગીદારી કરી છે. ગ્રામીણો માટે રોકાણની આ અનોખા પ્રકારની તક છે. Spice Money and Religare Broking take the LIC IPO to 10 crore rural households

રેલિગેર બ્રોકિંગ અને સ્પાઇસ મનીનો હેતુ આ જોડાણ દ્વારા ગ્રામીણ નાગરિકોને રોકાણની સમાન તકો પૂરી પાડવાનો છે અને એ રીતે ગ્રામીણ-શહેરી અંતરને પૂરવાનો અને નાણાકીય સર્વસમાવેશિતાને વધારવાનો છે. આ ઉપરાંત, આ જોડાણથી ગામડાંના 95%થી વધુ પિનકોડ વિસ્તારોનાં લોકોને ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, કોમોડિટી, કરન્સી અને એનપીએસ જેવી મૂડી બજાર પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા ફિગિટલ પ્લેટફોર્મની મદદ મળશે.

આનાં દ્વારા તેઓ ભવિષ્ય માટે સંપત્તિ સર્જન પણ કરી શકશે. આ બિઝનેસ પાર્ટનરશીપ મોટાં પાયે નાણાકીય સર્વસમાવેશિતા માટે માર્ગ મોકળો કરશે અને ગ્રામીણ ક્ષેત્રોમાં બજારમાં નવા રોકાણકારોને નાણાકીય સ્વતંત્રતા મળશે.
રેલિગેર બ્રોકિંગ હાલમાં દેશમાં 1100થી વધુ શાખાઓ અને 400થી વધુ શહેરોમાં બિઝનેસ પાર્ટનર્સનાં દેશ વ્યાપી નેટવર્ક દ્વારા 10 લાખથી વધુ ડિમેટ ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે.

સ્પાઇસ મની ભારતના ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં 10 લાખથી વધુ મર્ચન્ટ્સ (જેમને સ્પાઇસ મની અધિકારીઓ કહેવામાં આવે છે) ધરાવતી અગ્રણી ગ્રામીણ ફિનટેક કંપની છે, જે 700થી વધુ જિલ્લાઓમાં 10 કરોડથી વધુ ઘરોને સેવા પૂરી પાડે છે. આમ, રેલિગેર બ્રોકિંગ અને સ્પાઇસ મની વચ્ચેની ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસ પાર્ટનરશીપથી ગ્રામીણ ભારતને ડિમેટ એકાઉન્ટ ખોલાવવામાં અને મૂડી બજાર સંલગ્ન પ્રોડક્ટ્સમાં રોકાણ કરવામાં સરળતા રહેશે.

આધુનિક ટેકનોલોજી કંપનીઓ મોખરે છે ત્યારે 2021 બે દાયકાનું ‘બેસ્ટ આઇપીઓ ઇયર’ જાહેર થયું છે. દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં ‘એક્સેસ, અવેરનેસ અને આસિસ્ટન્સ’ (પહોંચ, જાગૃતિ અને સહાય)નો અભાવ હોવાથી રોકાણકારોની ટકાવારી ઓછી છે.

સ્પાઇસ મની 10 લાખ અધિકારીઓનો અત્યંત સર્વસમાવેશી અને વિશ્વાસુ સમુદાય ધરાવે છે, જેમને સન્માનિત બેન્કિંગ પ્રતિનિધિઓ તરીકે જોવામાં આવે છે. આ અધિકારીઓ એલઆઇના શેરોમાં રોકાણ કરવા માંગતા, પણ ક્યાંથી શરૂઆત કરવી તે ન જાણતા ગ્રામીણ નાગરિકોને મદદ કરવા વન-પોઇન્ટ કોન્ટેક્ટનું કામ કરશે. સ્પાઇસ મની અધિકારીઓ તેમને ડિમેટ એકાઉન્ટ ખોલાવવામાં, એલઆઇસીનાં આઈપીઓ માટે અરજી કરવામાં અને ભવિષ્યમાં અન્ય પ્રોડક્ટ્સમાં રોકાણ કરવામાં મદદ કરશે.

સ્પાઇસ મનીના સહ-સ્થાપક અને સીઇઓ સંજીવ કુમારે જણાવ્યું હતું કે, દેશનાં સૌથી મોટા આઇપીઓને ભારતના અંતરિયાળ વિસ્તારો સુધી લઈ જવા રેલિગેર બ્રોકિંગ સાથે ભાગીદારી કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. સ્પાઇસ મનીમાં અમે દેશ માટે નાણાકીય સર્વસમાવેશિતાને આગળ ધપાવવાની ઝૂંબેશમાં છીએ અને આ ભાગીદારી ગ્રામીણ નાગરિકોને મેગા આઇપીઓમાં ભાગ લેવાની અને ભવિષ્યમાં પણ અમારા માર્કેટપ્લેસ પ્લેટફોર્મ દ્વારા મૂડી બજારની પ્રોડક્ટ્સમાં ભાગ લેવાની તક પૂરી પાડશે.

રાષ્ટ્રવ્યાપી વિશ્વાસ ધરાવતી એલઆઇસી જેવી બ્રાન્ડમાં રોકાણની તકથી ગ્રામીણ નાગરિકોને રોકાણની તકની મહત્વની ઘટનાથી માહિતગાર થવામાં મદદ કરશે, જેનાંથી અત્યાર સુધી તેઓ અજાણ હતા.”

સંજીવે ઉમેર્યું હતું કે, “મોટાં ભાગનાં ગ્રામીણ લોકો નાણાકીય રીતે સાક્ષર નથી અને મોટાં ભાગનાં લોકો બેન્ક ડિપોઝીટમાં નાણા જમા કરાવવાનું પસંદ કરે છે અને તેથી, તેમને ઓછો વ્યાજદર મળે છે. તેઓ મૂડી બજારોમાં નાનું રોકાણ કરીને સંપત્તિ સર્જન કરવાની મોટી તક ગુમાવી રહ્યા છે.

આ તકનો લાભ લેવાથી ગ્રામીણ નાગરિકોની નાણાકીય વૃધ્ધિ થશે એટલું જ નહીં પણ ગ્રામીણ અર્થતંત્રને ધબકતું કરવામાં પણ મદદ મળશે. પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને આત્મનિર્ભર ભારત બનવાનાં લક્ષ્યમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવશે. આ ભાગીદારી દ્વારા લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી શકાશે. ડિજિટલ અને ટેકનોલોજીકલ ઇનોવેશન દ્વારા સ્પાઇસ મની ગામડાંની તમામ નાણાકીય જરૂરિયાતો માટે ‘વન સ્ટોપ પ્લેટફોર્મ’ બનવાનો લક્ષ્ય ધરાવે છે.”

ભાગીદારીની જાહેરાત અંગે રેલિગેર બ્રોકિંગના સીઇઓ નિતિન અગરવાલે જણાવ્યું હતું કે, “સ્પાઇસ મની સાથે જોડાણ કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. એલઆઇસીનો આઇપીઓ આવી રહ્યો છે ત્યારે નવાં રોકાણકારો અને પોલિસીધારકો માટે આ વિશાળ તક છે.

રેલિગેર અને સ્પાઇસ મની આધુનિક ટેકનોલોજી, માનવીય સહાય દ્વારા ગ્રામીણ ભારતનું નાણાકીય સર્વસમાવેશિતા મોડલ બનાવવા અને ઘર ઘર ડિમેટ એકાઉન્ટ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્પાઇસ અધિકારીની મદદથી આઇપીઓમાં રોકાણ કરવા માંગતા દરેક રોકાણકાર Dynami App પરથી સરળતાથી ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકશે અને વ્યાપક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની માહિતી મેળવી શકશે.”

રેલિગેર બ્રોકિંગના સીઓઓ ગુરપ્રીત સિદાનાએ જણાવ્યું હતું કે, “રોકાણમાં સરળતા અને ઇનોવેટિવ સર્વિસિસ પૂરી પાડવાના અમારા વચનોને આગળ ધપાવતાં આ વખતે અમે સબસે સસ્તા ડિમેટ એકાઉન્ટ ખોલવા મોટાં પાયે ફિજીટલ DIY સુવિધાનું નિર્માણ કરી રહ્યા છીએ. બજારના નવા ગ્રાહકો માટે રેલિગેર બ્રોકિંગે તાજેતરમાં નવી ઓફર જાહેર કરી છે,

જેમાં ડિલિવરી ટ્રેડ પર ઝીરો બ્રોકરેજ, નોન-પ્રોફિટેબલ ઇન્ટ્રા ટે ટ્રેડ્સ પર ઝીરો બ્રોકરેજ અને પ્રતિ લોટ પાંચ રૂપિયામાં ઓપ્શન્સ ટ્રેડિંગનો સમાવેશ થાય છે. અમારે ત્યાં DIY એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા અને ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને આધુનિક ટેકનોલોજીનું પીઠબળ છે અને તેમાં સરળતાથી ટ્રેડિંગનો અનુભવ થાય છે. ટિકિટ સાઇઝ અથવા તો સ્થળ ગમે તે હોય, પણ રોકાણકાર મૂડી બજાર કેન્દ્રી તકોમાં સરળતાથી અને કિફાયતી રીતે ભાગ લઈ શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.