Western Times News

Gujarati News

જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં ફરી અથડામણ

ઈઝરાયલ, પેલેસ્ટાઈન અને ઈઝરાયલી પોલીસ વચ્ચે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં અથડામણ થઈ છે. શુક્રવારે થયેલી આ અથડામણમાં 42 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પેલેસ્ટાઈનની રેડ ક્રોસ સંસ્થાએ જણાવ્યુ કે આ સ્થળ પર ઘણા સમયથી તણાવ હતો. મુસ્લિમોના પાક મહિના રમજાનના છેલ્લા શુક્રવારે આ અથડામણ થઈ. રેડ ક્રોસે જણાવ્યુ કે તમામ જોખમથી બહાર છે પરંતુ 22 ને હોસ્પિટલ લઈ જવાયા છે.

ઈઝરાયલની પોલીસે કહ્યુ કે જ્યારે હુલ્લડકારોએ પશ્ચિમી દીવાલ તરફ નીચે પથ્થર અને ફટાકડા ફેંક્યા ત્યારે પોલીસે આ કંપાઉન્ડમાં ઘૂસવુ પડ્યુ. અલ અક્સાની પશ્ચિમી દીવાલ અલ અક્સાની નીચે યહુદીઓનુ પવિત્ર સ્થળ છે.

પોલીસ અધિકારીઓએ ઉપદ્રહ શાંત કરાવવા માટે હુલ્લડરોધી રીતનો ઉપયોગ કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે પોલીસે ટીયર ગેસ અને રબરના બુલેટ્સનો ઉપયોગ કર્યો. પોલીસે કહ્યુ કે ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. બે ને પથ્થર ફેંકવા માટે અને એકને ભીડને ઉકસાવવા માટે.

આ સ્થળ પર રમજાન દરમિયાન ઈઝરાયલની ઘટનાથી સમગ્ર દુનિયામાં ચિંતા વધી ગઈ છે પરંતુ યહુદી દેશ ઈઝરાયલનુ કહેવુ છે કે ઈસ્લામિક ગ્રૂપ હમાસ અને ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ પગલા ઉઠાવવા માટે તેમને મજબૂર થવુ પડ્યુ જે જેરુસલેમમાં અસ્થિરતા ફેલાવવાની તૈયારી કરી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.