Western Times News

Gujarati News

આ કંપની ભારતની ચોથી સૌથી મોટી ખાનગી ISP બનીઃ આપી રહી છે, 1 Gbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ

NXT Digitalની વન બ્રોડબેન્ડના સબસ્ક્રાઇબરનો આંકડો 1 મિલિયનથી વધી ગયો – 

NXTDIGITALની બ્રોડબેન્ડ પેટાકંપની વનઓટીટી ઇન્ટરટેઇન્મેન્ટે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં 200,000થી વધારે સબસ્ક્રાઇબર ઉમેર્યા

કંપનીએ નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2021-22માં સબસ્ક્રાઇબરમાં 65 ટકાની વૃદ્ધિ કરી
કંપની સમગ્ર ભારતમાં 150 શહેરો અને નગરોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કે HSI સેવાઓ ઓફર કરે છે

આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક જૂથ હિંદુજા ગ્રૂપનું મીડિયા વર્ટિકલ NXTDIGITAL Limited (“NDL”)ની બ્રોડબેન્ડ પેટાકંપની વનઓટીટી ઇન્ટરટેઇન્મેન્ટ લિમિટેડ (OIL)ના વાયર્ડ હોમ બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબરનો આંકડો 1 મિલિયનથી વધી ગયો છે અને આ એનું વધુ એક સીમાચિહ્ન છે. OILએ આ સફળતા નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં 200,000થી વધારે સબસ્ક્રાઇબર ઉમેરીને હાંસલ કરી છે, જે નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં 65 ટકા વધારે છે. વન બ્રોડબેન્ડ ભારતની ચોથી સૌથી મોટી ખાનગી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) છે, જે સમગ્ર ભારતમાં એની કામગીરી ધરાવે છે.

ઓનલાઇન સેવાઓમાં વધારા માટેની માગ વધવાથી આ સેગમેન્ટમાં સ્પર્ધા વધવાથી કોન્સોલિડેશનને વેગ મળ્યો છે, જેનાથી મોટી ISPsને સૌથી વધુ ફાયદો થયો છે, જેણે OILને ઇનઓનર્ગેનિક વૃદ્ધિ કરવા સક્ષમ બનાવી છે. આ સફળતા પર વનઓટીટી ઇન્ટરટેઇન્મેન્ટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યુગલ કિશોર શર્માએ કહ્યું હતું કે, “વન બ્રોડબેન્ડની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની નોંધપાત્ર વૃદ્ધિ એની “ઉપલબ્ધ-વિશ્વસનિય-વાજબી” ઓફરથી હાંસલ થઈ છે.

ગ્રાહકના અંદાજિત સક્રિય પ્રતિભાવ તરફ એના કેન્દ્રિત પ્રતિભાવ અને કાળજીની સબસ્ક્રાઇબરોએ પ્રશંસા કરી છે. ઇન્ટરનેટનો ઉપયોગ બ્રાઉઝિંગ અને સોશિયલ નેટવર્કથી વધીને વર્ક-ફ્રોમ-હોમ, ઓનલાઇન એજ્યુકેશન, ઓટીટી મનોરંજન, ઇ-ગેમિંગ, ઓનલાઇન-શોપિંગ ઓનલાઇન-હેલ્થ, ઇ-ગવર્નન્સ અને અન્ય ક્ષેત્રોમાં વધ્યો છે.

OILમાં અમે મહામારી દરમિયાન ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનું જાળવી રાખવા અમારા ઉપભોક્તાઓ પર કોઈ પણ વધારાનો ખર્ચ પાસ કર્યા વિના પુરવઠા પક્ષે અમારી ઇન્ટરનેટ ક્ષમતા બમણી કરીને આ ઉપભોગમાં વધારાને પૂરો પાડ્યો છે.”
વન બ્રોડબેન્ડએ પોતાની ફ્લેગશિપ બ્રાન્ડ વનગિગાફાઇબર અંતર્ગત એના FTTH (ફાઇબર-ટૂ-ધ-હોમ) નેટવર્ક પર 1 Gbps સુધીની ઉદ્યોગમાં સૌથી ઊંચી સ્પીડ ઓફર કરી છે,

જે પ્રીમિયમ બ્રાન્ડને સૌથી વધુ ફાસ્ટ બનાવે છે, જે એના ચર્નિંગમાં પ્રતિબિંબિત થાય છે, જે ઉદ્યોગમાં 1 સરેરાશ 1 ટકાથી ઓછી છે. વન બ્રોડબેન્ડ 99%ની નેટવર્ક સાતત્યતા સાથે વાઇ-ફાઇ અને અન્ય લાસ્ટ-માઇલ-એક્સેસ ટેકનોલોજીસ પર ઝડપી ઇન્ટરનેટ સેવાને વિશ્વસનિય અને વાજબી રીતે ઉપલબ્ધ બનાવીને ભારતમાં ડિજિટલ સર્વસમાવેશકતા તરફ ઝડપથી પ્રદાન કરે છે.

કંપનીએ એના પાર્ટનર દ્વારા દિલ્હી રાજ્ય સરકાર માટે વિશ્વનું સૌથી મોટું શહેર-મુજબ, 11,000 ફ્રી-વાઇ-ફાઇ હોટસ્પોટ પૈકીનું એક સફળતાપૂર્વક ઊભું કર્યું છે, જે એક મિલિયનથી વધારે યુઝરને સેવા આપે છે – જેના પગલે મહામારી દરમિયાન સમગ્ર દિલ્હી માટે ઓનલાઇન શિક્ષણની જીવનરેખા બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.