Western Times News

Gujarati News

લેન્ડમાઈન બ્લાસ્ટમાં બંને પગ ગુમાવનાર નર્સે લગ્ન કર્યા.

પતિ સાથે ડાન્સનો વીડિયો વાયરલ

એલએમએ જણાવ્યું હતું કે વિસ્ફોટની થોડીક સેકન્ડ પહેલા ઓકસનાએ વિક્ટરને ચેતવણી આપી જેના કારણે વિક્ટર બચી ગયો.

નવી દિલ્હી,યુક્રેનમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં પગ ગુમાવનાર એક નર્સનો તેના પતિ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લ્વિવની એક હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા. ૨૩ વર્ષીય ઓક્સાના બાલિન્દાના ૨૭ માર્ચે લુહાન્સ્ક પ્રદેશમાં તેમના વતન લિસિચાન્સ્કમાં તેના પતિ વિક્ટર સાથે ચાલી રહી હતી, ત્યારે તેણે એક લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો. જ્યારે લેન્ડમાઇન વિસ્ફોટ થયો ત્યારે ઓકસાનાએ તેનો પગ અને ડાબા હાથની ચાર આંગળીઓ ગુમાવી દીધી હતી.

Lviv  મેડિકલ એસોસિએશન અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે આ કપલ પરિચિત માર્ગ પર હતા. એલએમએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટની થોડીક સેકન્ડ પહેલા ઓકસનાએ વિક્ટરને ચેતવણી આપી જેના કારણે વિક્ટર બચી ગયો. ઓક્સાનાને નિપ્રો લઈ જવામાં આવ્યા પછી તેની ચાર સર્જરી કરવામાં આવી હતી. સ્કાય ન્યૂઝના જણાવ્યા અનુસાર, તેના ઘા રૂઝાયા પછી, ડોકટરોએ તેના અંગોને પ્રોસ્થેટિક્સ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું. પ્રોસ્થેટિક્સ ફીટ કરાવવાની પ્રક્રિયા માટે તે ચાર દિવસ પહેલા લ્વીવમાં આવી હતી.

આ પશ્ચિમી યુક્રેનિયન શહેરમાં, ઓક્સાના અને વિક્ટર બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના ડાન્સનો વીડિયો હોસ્પિટલના એક સ્વયંસેવકે કેમેરામાં કેદ કર્યો હતો. આ સુંદર ફૂટેજમાં વિક્ટર ઓક્સાનાને ગળે લગાવતો જાેવા મળે છે. યુક્રેનની સંસદ દ્વારા ટિ્‌વટર પર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં “ખૂબ જ ખાસ પ્રેમ કહાની” દર્શાવવામાં આવી હતી, લ્વિવ મેડિકલ એસોસિએશન કહે છે કે “જીવનને બાદ માટે મુલતવી રાખવું જાેઈએ નહીં” ઓક્સાના અને વિક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું જેમને ગત છ વર્ષમાં લગ્ન માટે ક્યારેય સમય નહોતો મળ્યો.

એસોસિએશને દંપતી માટે લગ્નની વીંટી અને ઓકસાના માટે સફેદ ડ્રેસ ખરીદ્યો. હોસ્પિટલમાં સ્વયંસેવકો દ્વારા કેક તૈયાર કરવામાં આવી હતી. લગ્નની ઉજવણી સર્જરી સેન્ટરના વોર્ડમાં થઈ હતી. ઓકસાના બાલિંદાનાને બે બાળકો છે. તેમને ૭ વર્ષનો પુત્ર અને ૫ વર્ષની પુત્રી છે. બંને બાળકો મધ્ય યુક્રેનના પોલ્ટાવા વિસ્તારમાં તેમના દાદા-દાદી સાથે રહે છે. લગ્ન બાદ આ કપલ જર્મની જવાની તૈયારી કરી રહ્યું છે. ત્યાં ઓક્સાનાને કૃત્રિમ પગ ફીટ કરવામાં આવે તેવી અપેક્ષા છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.