Western Times News

Gujarati News

ચીનમાં કોરોનાના કારણે જાહેરમાં પોતાના જ નાગરિકોને આરોગ્ય કર્મચારીઓ માર મારે છે

બીજીંગ, ચીન ના તમામ પ્રયાસો છતાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શાંઘાઈ, રાજધાની બેઇજિંગ સહિત તમામ મોટા શહેરોમાં લોકો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. શાંઘાઈમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે ચીન નું સામ્યવાદી વહીવટીતંત્ર જાહેરમાં પોતાના જ નાગરિકોને માર મારી રહ્યું છે. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચીનના સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થતા અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયામાં વાયારલ થતા વિડીયો મુજબ પીપીઇ કિટ પહેરેલા ચીની આરોગ્ય કર્મચારીઓ સામાન્ય લોકોને માર મારતા જાેવા મળી રહ્યા છે. આ દર્શાવે છે કે ચીન તેની શૂન્ય કોવિડ નીતિ સાથે કેટલી હદે નીચે આવી શકે છે. હાલમાં ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન છે. આ શહેરોમાં રહેતા લોકો પોતપોતાના ઘરોમાં કેદ છે.

તેમાંથી સૌથી ખરાબ સ્થિતિ ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ અને રાજધાની બેઈજિંગની છે. આ બંને શહેરોમાં લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.. સોશિયલ મીડિયા પર ઘણા લીક થયેલા વીડિયોમાં, રાષ્ટ્રપતિ શી જિનપિંગની સફેદ PPE કીટ પહેરેલા આરોગ્ય કર્મચારીઓ લોકોને મારતા, લોકોને રસ્તા પર ખેંચતા અને દરવાજા જામ કરવા માટે વેલ્ડિંગ કરતા જાેવા મળે છે.

આ ઉપરાંત, દરેક શહેરમાં મોટા પાયે ક્વોરેન્ટાઇન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં હજારો લોકોને બળજબરીથી કેદ કરવામાં આવ્યા છે. મહામારીને રોકવા માટે ચીનના કડક કાયદાઓને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જયારે અન્ય એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના ટેસ્ટ કરવા માટે લોકો સાથે બળજબરી કરી રહ્યાં છે. લોકોને પડકી પડકીને ટેસ્ટ માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.

કોરોનાના કેસ વધતા શહેરોમાં ક્વોરેન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જ્યાં હજારો કોરોને કેદ કરવામાં આવ્યા છે. સરકારના નિયમોથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે દુનિયા પણ કમ્યુનિસ્ટ સરકારની કાર્યશૈલી જાેઈ રહી છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચીનમાં કોરોના કેસ વધ્યા છે. ત્યાંની સરકાર ઝીરો કોવિડ પોલિસી પર કામ કરી રહી છે. આ હેઠળ સંક્રમણ રોકવા લૉકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન સેન્ટર જેવા આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ચીનની સરકારની આ પોલિસી પર સવાલ પણ ઉઠી રહ્યાં છે. આ પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર બન્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.