Western Times News

Gujarati News

બરોડા ની બહેનો હોકી નેશનલ માં રમશે

હોકી ઈન્ડિયા દ્વારા 12 મી સબ- જુનિયર મહિલા હોકી નેશનલ ચેમ્પિયનશિપ નું આયોજન તા. 11-05-2022 થી 22-05-2022 દરમિયાન ઇમ્ફાલ મણિપુર ખાતે કરવામાં આવનાર છે. જેમાં વડોદરા ની 8 મહિલા ખેલાડીઓ ની પસંદગી હોકી ગુજરાત ની સ્ટેટ ટીમ માં થયેલ છે.

કોવેન્ટ ઓફ જીજસ મેરી ગર્લ  શાળા માથી પ્રિયાન્શી મેહતા, ધ્રુવીબા પરમાર, માન્યા પુરશવાની, જાનવી કેશવાની, નૈયા પટેલ, ક્રિષા ડાભી, અંબે વિદ્યાલય સમા- સાવલી રોડ થી આસ્થા ટીમપ્લે, બરોડા હાઇ સ્કૂલ ઑ-એન-જી-સી થી માહી પટેલ હોકી ગુજરાત ની ટીમ માં પસંદગી પામેલ છે.  ઉલ્લેખનીય છીએ કે હોકી બરોડા ના અકોટા ખાતે આવેલા મેદાન ઉપર તાલીમ મેળવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.