Western Times News

Gujarati News

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સનો IPO 11મી મેના રોજ ખુલશે

·         પ્રતિ ઇક્વિટી શેર રૂ.10ની ફેસ વેલ્યૂ ધરાવતાં દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ  રૂ.310 – રૂ.326

·         બીડ/ઇશ્યુ ખુલવાની તારીખ – બુધવાર, 11મી મે, 2022 અને બીડ/ઇશ્યુ બંધ થવાની તારીખ – શુક્રવાર, 13મી મે, 2022

·         ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 31.00 ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ કરતાં 32.60 ગણી છે

અમદાવાદ, ગુજરાત સ્થિત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડ (“કંપની”)એ તેના સૌ પ્રથમ પબ્લિક ઑફર માટે પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ.310 થી રૂ.326નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કર્યો છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું (“IPO”) સબસ્ક્રિપ્શન માટે બુધવારે 11 મે, 2022ના રોજ ખુલશે

અને શુક્રવારે 13 મે, 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 શેરો માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શેરોના ગુણાંકમાં બીડ કરી શકે છે. IPO મારફતે 5,074,100 ઇક્વિટી શેરની સંખ્યા સુધી નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરવામાં આવશે.

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડ ઝડપથી ઉભરી રહલી સ્ટેઇનલેસ-સ્ટીલ પાઇપ્સ અને ટ્યૂબ ઉત્પાદક કંપની છે અને સિમલેસ ટ્યૂબ્સ/પાઇપ્સ અને વેલ્ડેડ ટ્યૂબ્સ/પાઇપ્સ નામની બે વિશાળ શ્રેણીઓમાં સ્ટેઇનલેસ સ્ટીલ ટ્યૂબ્સ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં છથી વધારે વર્ષનો અનુભવ ધરાવતી દેશની અગ્રણી નિકાસકાર કંપની છે. કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધારે દેશોમાં તેની વિશાળ શ્રેણીમાં પ્રોડક્ટ પૂરી પાડવાનું ગર્વ ધરાવે છે.

કંપની કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ખાતર, દવા ઉદ્યોગ, ઉર્જા, ફુડ પ્રોસેસિંગ, કાગળ અને ઓઇલ તથા ગેસ સહિત વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીઓ માટે તેની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.

કંપની એક ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે જે કંડલા અને મુંદ્રા બંદરોથી અનુક્રમે આશરે 55 કિલોમીટર અને 75 કિલોમીટરના નજીકના અંતરે વ્યૂહાત્મક રીતે ભૂજ-ભચાઉ હાઇવે, ધનેતી (કચ્છ, ગુજરાત) ખાતે સ્થિત છે. પ્લાન્ટના વિશિષ્ટ સ્થાનના કારણે કંપનીને કાચી માલસામગ્રીની ખરીદી પર તેની હેરફેરનો ખર્ચ ઘટાડવામાં અને ઉત્પાદનોની આયાત અને નિકાસમાં મદદ મળે છે.

ઉત્પાદન પ્લાન્ટ ટ્યૂબ મિલ્સ, પિલ્ગર મિલ્સ, ડ્રો બેન્ચિસ, સ્વેગિંગ મશીન, પાઇપ સ્ટ્રેઇટનિંગ મશીન, TIG/MIG વેલ્ડિંગ મશીન, પ્લાઝમા વેલ્ડિંગ મશીન વગેરે સહિત અત્યાધૂનિક પ્રોડક્ટ-વિશિષ્ટ ઉપકરણો સાથે અલગ સિમલેસ અને વેલ્ડેડ વિભાગો ધરાવે છે.

31મી માર્ચ, 2021ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે કંપનીના કારોબારમાંથી રૂ.236.32 મિલિયનના ચોખ્ખા નફા સાથે રૂ.3093.31 મિલિયનની રેવન્યુ પ્રાપ્ત થઇ હતી. 31મી ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતાં નવ મહિનાઓ માટે રૂ.235.95 મિલિયનના ચોખ્ખા નફા સાથે કારોબારમાંથી રૂ.2767.69 મિલિયનની રેવન્યુ પ્રાપ્ત થઇ હતી.

કંપની ઇશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શમાં SEBI ICDR નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટરની પ્રતિભાગીતા અંગે વિચારણા કરી શકે છે. તેમની પ્રતિભાગીતા બીડ/ઇશ્યુ ઇશ્યુ ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે મંગળવાર, 10 મે, 2022ના રોજની રહેશે.

આ ઇશ્યુ SEBI ICDR નિયમનોના નિયમન નં.31ની સાથે વાંચતા વખતો વખત સુધારેલા સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં બનાવવામાં આવ્યો છે. આ ઇશ્યુ SEBI ICDR નિયમનોના નિયમન નં. 6(1)ના અનુસંધાનમાં બૂક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ કરવામાં આવી રહ્યો છે,

જેમાં લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદકર્તાઓને પ્રમાણસર ધોરણે ઇશ્યુના 50% કરતાં વધારે ઇક્વિટી શેર ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં, ઉપરાંત બિન-સંસ્થાકીય બીડર્સ માટે ઇશ્યુના 15% કરતાં ઓછા ન હોય તેટલા ઇક્વિટી શેર ફાળવણી માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે જેમાંથી a) આ હિસ્સાનો એક તૃતિયાંશ હિસ્સો રૂ.0.2 મિલિયનથી વધારે અને રૂ.1.0 મિલિયન સુધી અરજી કદ ધરાવતાં અરજદારો માટે આરક્ષિત રાખવામાં આવશે અને

(b) આ હિસ્સાનો બે તૃતિયાંશ હિસ્સો રૂ.1.0 મિલિયન કરતાં વધારે અરજી કદ ધરાવતાં અરજદારો માટે આરક્ષિત રાખવામાં આવશે, પરંતુ જોગવાઇ એવી કરવામાં આવે છે કે આવી પેટા-શ્રેણીઓમાંથી કોઇપણ હિસ્સામાં સબસ્ક્રાઇબ નહીં થયેલા હિસ્સાની ફાળવણી બિન-સંસ્થાકીય બીડર્સની અન્ય પેટા-શ્રેણીમાં અરજદારોને કરી શકાશે

અને ઇશ્યુ પ્રાઇસ પર અથવા તેથી વધારે કિંમતે તેમની પાસેથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઇ રહી હોય તે શરતને આધીન SEBI ICDR નિયમનો અનુસાર છૂટક વ્યક્તિગત બીડર્સને ફાળવણી માટે ઇશ્યુના 15%થી ઓછા ન હોય તેટલા ઇક્વિટી શેર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અહીં ઉપયોગમાં લેવામાં આવેલા અને ચોક્કસપણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં ન હોય તેવા તમામ મૂડી સંબંધિત શબ્દપ્રયોગો SEBI અને સ્ટોક એક્સચેન્જમાં તારીખ 2 મે, 2022ના રોજ ફાઇલ કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”)માં તેમને આપવામાં આવ્યો હોય તે મુજબનો અર્થ ધરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.