Western Times News

Gujarati News

કિષ્ણાનગરઃ લકઝરી બસમાં ઘુસી ત્રણ ઈસમોએ કંડકટર-મુસાફરોને ચપ્પાના ઘા માર્યા

મુસાફરો ગભરાયાઃ ત્રણેય ઘાયલની હાલત ગંભીરઃ પોલીસે હુમલાખોરોની ઓળખ હાથ ધરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ક્રિષ્ણાનગરમાં કારમાં આવેલા ત્રણ શખ્સોએ લકઝરી બસમાં ઘુસીને આતંક મચાવ્યો હતો. અને કોઈપણ કારણ વગર જ લકઝરીમાં કંડકટર સહિતના ત્રણ લોકોને ચપ્પાના ઘા મારતા ત્રણેય લોહીના ખાબોચિયામાં પટકાયા હતા. જ્યારે ત્રણ શખ્સો દહેશતનો માહોલ બનાવીને કારમાં રફૂચક્કર થઈ ગયા હતા. જ્યારે ત્રણેય ઘાયલોને ગંભીર સ્થિતિ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના વતની અને હાલમાં ઠક્કરનગર ખાતે રહેતા નારાયણભાઈ અમથાભાઈ પરમાર લગ્ન પ્રસંગ હોવાથી પોતાના ગામ ગયા હતા. જ્યાંથી ગુરૂવારે સાંજના છ વાગ્યે કાકા દિકરા પ્રધાનભાઈ (૧૬) સાથે અમદાવાદ પરત ફર્યા હતા. એ સમયે લકઝરી બસના ડ્રાઈવરે ઠક્કરબાપાનગર ખાતે આવેલી હોટેલ ભાગ્યોદય નજીક લકઝરી બસ રોકતા નારાયણભાઈ તથા પ્રધાન બંન્ને ભાઈઓ નીચે ઉતરવા માટે પગથિયામાં ઉભા રહ્યા હતા.

ત્યારે નજીકમાં ઉભી રહેલી કાળા રંગની કારમાંથી ત્રીસેક વર્ષના ત્રણ પુરૂષો હાથમાં ચપ્પુ સાથે આવ્યા હતા. અને ગાળો બોલીને બંન્ને ભાઈઓ કંઈ સમજે એ પેહલાં જ આગળ ઉભા રહેલા પ્રધાનના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતુ. ચોવીસ વર્ષીય નારાયણભાઈને પણ પેટમાં તથા પગમાં આડેધડ ચપ્પાના ઘા મારતા બંન્ને ભાઈઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

આટલેથી ન અટકતા આ લુખ્ખા ત¥વો લકઝરી બસમાં ઘુસીને ગાળાગાળી કરી અંદર બેઠેલા મુસાફરોને ડરાવવા ધમકાવવા લાગ્યા હતા.  અને લકઝરી બસના કંડકટર રજનીભાઈ ઉમેશભાઈ રબારીએ તેમને અટકાવવા જતાં તેમને પણ પેટમાં ચપ્પાના ઘા વારંવાર માર્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્રણ લોકો ઉપર ચપ્પા વડે હુમલો કરતાં મુસાફરોએ ગભરાટમાં બુમાબુમ કરી મુકતા આસપાસના રાહદારીઓ પણ અકેઠા થઈ ગયા હતા. અને સમગ્ર દ્રષ્ય જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

હિંંસક હુમલો કર્યા બાદ ત્રણેય હુમલાખોરો જાહેરમાં બિભત્સ ગાળો બોલીને કારમાં બેસીને ભાગી ગયા હતા. બીજી તરફ ત્રણેય લોકો જીવલેણ હુમલામાં ઘાયલ થતાં તેમને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક ત્રણેયની સારવાર આદરી હતી. અને ખુબ જ ગંભીર હાલતમાં આવેલા બંન્ને ભાઈઓ તથા કંડકટર એમ ત્રણેયનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

બસના કંડકટર ખુબ જ ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હિંસક હુમલાની જાણકારી મળતાં જ ક્રિષ્ણાનગર પોલીસે હોસ્પીટલમાં પહોંચી જઈ નારાયણભાઈનું નિવેદન લીધું હતુ. તથા તેમની ફરીયાદના આધારે કાળી ગાડીમાં આવેલા ત્રણેય ઈસમોની ઓળખ ધરવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત ત્રણેયે શા માટે હુમલો કર્યો એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. શહેરના ક્રષ્ણનગરમાં બનેલી ચોંકાવનારી ઘટના બાદ લોકોમાં પણ ભારે રોષ જાવા મળી રહયો છે આ ઘટના બાદ પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે અને આ દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે ટુંક સમયમાં નિર્ણાયક કામગીરી થશે તેવુ પોલીસ અધિકારીનું માનવું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.