Western Times News

Gujarati News

રફ ડાયમંડની અછતથી હીરા ઉદ્યોગે વેકેશન લંબાવ્યું

પ્રતિકાત્મક

સુરત, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરમાંથી ડાયમંડ ઉદ્યોગ હજુ બહાર આવી શક્યો નથી. યુક્રેન પર હુમલો થયો ત્યારથી રફ ડાયમંડની અછત સર્જાઈ છે અને તેના કારણે હીરા ઉદ્યોગે વેકેશન લંબાવવાનો ર્નિણય લીધો છે. અત્યારે હીરા ઉદ્યોગકારો પોતાની સગવડ પ્રમાણે રજા જાહેર કરી રહ્યા છે.

સામાન્ય રીતે ઉનાળામાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડિયાનું વેકેશન હોય છે, પરંતુ બજારમાં રફ ડાયમંડ જ ન હોય ત્યારે ઉદ્યોગનો ચલાવવો કઈ રીતે તે સવાલ છે. રફ ડાયમંડ ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણા ઉદ્યોગકારોએ બે સપ્તાહનું વેકેશન જાહેર કરી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું કે કાચા હીરા સપ્લાયકરતી ટોચની ડાયમંડ કંપની અલ્સોરાએ સપ્લાય અટકાવી દીધો છે. સુરતના હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડાયમંડ અલસોરાની ખાણમાંથી આવતા હોય છે. અત્યાર સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાસે રફ હીરાનો સ્ટોક હતો તેથી કામકાજ ચાલતું હતું. પરંતુ ત્યાર પછી સ્ટોક સમાપ્ત થઈ જતા મુશ્કેલી પેદા થઈ છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી રફ હીરા માટે રશિયા પર મોટા પાયે આધાર રાખે છે. સુરતમાં પ્રોસેસ થવા માટે આવતા લગભગ ૩૦ ટકા રફ ડાયમંડને રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારે ઇમ્પોર્ટ  બંધ થઈ જવાથી કામ નથી. કેટલાક હીરા ઉદ્યોગકારો કામના કલાકો ઘટાડીને અને રજાના દિવસ વધારીને કામ ચલાવી રહ્યા છે. હાલમાં શાળાઓમાં પણ વેકેશન ચાલુ છે ત્યારે કેટલાક કારખાનેદારોએ લગભગ બે અઠવાડિયા જેટલું વેકેશન જાહેર કરી દીધું છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુ વેકરિયા જણાવે છે કે અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં રફ ડાયમંડની અછત છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આ સ્થિતિ પેદા થી છે. હીરા ઉદ્યોગમાં એકસમાન વેકેશન નથી. દરેક ઉદ્યોગકાર પોતપોતાની સુવિધા પ્રમાણે વેકેશનની જાહેરાત કરી રહ્યા છે.અલ્સોરા એ વિશ્વની સૌથી મોટી ડાયમંડ ઉત્પાદક કંપની છે અને વિશ્વમાં ડાયમંડના આઉટપૂટમાં લગભગ ૩૦ ટકા હિસ્સો ધરાવે છે.

ભારત અલ્સોરા પાસેથી માત્ર ૧૦ ટકા ડાયમંડની ડાયરેક્ટ આયાત કરે છે. છતાં મોટા ભાગના રશિયન ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ભારત જ આવે છે. યુક્રેન યુદ્ધના કારણે બજારમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. આ ઉપરાંત ફુગાવો પણ વધી ગયો છે. તેથી ેંજીમાં ડાયમંડની માંગમાં ઘટાડો થયો છે. અમેરિકા એ ભારતીય કટ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું ખરીદદાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.