Western Times News

Gujarati News

સુરતની તાપી નદીમાંથી બાળકી અને મહિલાનો મૃતદેહ મળ્યાં

સુરત, સુરતમાં ફરી એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે. આ વખતે નદીમાંથી માતા અને બાળકના મૃતદેહ મળી આવ્યા છે. માતાએ પોતાના માસૂમ બાળક સાથે ૪ દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ મામલે એફએસએલ સહિતની ટીમોની મદદ મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ સાથે બાળક અને મહિલાના ડીએનએ રિપોર્ટ્‌સ લઈને પણ તપાસ કરવામાં આવશે. જ્યારે આ મૃતદેહ મળ્યા ત્યારે જે ઘટના સામે આવી તે ભલભલાને ધ્રૂજાવી દે તેવી હતી. સુરત પોલીસે આ મામલે વધુ તપાસ આરંભી દીધી છે.

સુરતની તાપી નદીમાંથી બાળકી અને મહિલાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આ બન્ને મૃતદેહ મળ્યા ત્યારે બાળકી અને મહિલા બન્ને દુપટ્ટાથી એક બીજા સાથે બંધાયેલા હતા. રાદેર પોલીસે આ કેસમાં વધારે તપાસ શરુ કરી છે. બાળકી અને મહિલાના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જાેકે, જે સ્થિતિમાં મૃતદેહ મળ્યા છે તે જાેતા આ આપઘાતનો કેસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિલા સાથે જે બાળકી મળી છે તે માત્ર ૧૮ મહિનાની હોવાનું બહાર આવી રહ્યું છે, જાેકે, આ અંગે પોલીસ વધારે તપાસ કરી રહી છે જ્યારે મધર્સ ડેના દિવસે બન્નેના મૃતદેહ મળ્યા ત્યારે બાળકીને મહિલા સાથે કમરથી દુપટ્ટાવડે બાંધેલી મળી આવી હતી.

દયાળજી બાગ પાસે નદીના તટમાં કંઈક શંકાસ્પદ લાગતા રાહદારી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ રાંદેર પોલીસે તપાસ કરતા મહિલા અને બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે બન્નેના મૃતદેહોને ફાયરબ્રિગેડની ટીમની મદદથી નદીમાંથી બહાર કાઢ્યા હતા, જાેકે, લાખ કોહવાઈ ગયેલી મળતા આ ૩-૪ દિવસ જૂની ઘટના હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

બાળકી અને મહિલાના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, અને આ તપાસના આધારે પોલીસને મહત્વના પુરાવા મળવાની સાથે ઘટના ક્યારની છે તે વિગતો પ્રાપ્ત થઈ શકે છે. બાળકી અને માતા ચાર દિવસથી ગુમ હોવાની એક ફરિયાદ તેના પરિવારના સભ્યો દ્વારા નોંધાવવામાં આવી હતી.

પોલીસ આ કેસમાં આસપાસના વિસ્તારો તથા મહિલા જે વિસ્તારમાં રહેતી હતી ત્યાના સીસીટીવી ફૂટેજના આધારે આગળનું પગેરું મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય કોલ રેકોર્ડ અને પતિ તથા પરિવાર સાથેના સંબંધોને લઈને પણ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી શકે છે.

આ કેસમાં મહિલાના પતિ અને તેના સગાના કૉલ રેકોર્ડ્‌સના આધારે પણ તપાસ કરવામાં આવશે, અને મહિલાએ અંતિમ ફોન કોને કર્યો હતો તેના આધારે પણ કેસમાં પોલીસ આગળ વધવાના પ્રયાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.