Western Times News

Gujarati News

બાળસિંહ અને શ્વાન વચ્ચે પહેલીવાર જાેવા મળી મિત્રતા

લોધિકા તરફ જવાના રસ્તા પર છેક સુધી આપ્યો સાથ

સિંહના પગના નિશાનની નજીક વન વિભાગના અધિકારીઓને શ્વાનના પગલા પણ જાેવા મળ્યા

રાજકોટ,શ્વાનના ભસવાના ડરથી જંગલનો રાજા સિંહ ગર્જના કરવાનું બંધ ન કરી દે! પરંતુ આ એશિયાટિક બાળસિંહે ક્યારેય પણ શ્વાન પર ગુસ્સાથી ગર્જના કરી નથી, તેના બદલે ગીરના જંગલમાંથી રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર લોધિકા તરફ જવાના રસ્તા દરમિયાન આ શ્વાનમાં તેને એક મિત્ર મળ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, લોધિકા તાલુકાના સાંગણવા ગામ નજીક જાેવા મળેલા સિંહની સમગ્ર મુસાફરી દરમિયાન એક કાળા કલરનો શ્વાન તેની સાથે હતો. સિંહ ગીર અભ્યારણ્યમાં પાછો ફર્યો છે અને વન વિભાગને તેના પરત ફરવાના પગના નિશાન પણ મળ્યા છે.

સિંહની એક્ટિવિટીનું નિરીક્ષણ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી રાજકોટની ચાર ટીમો માટે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, તેમના દ્વારા લેવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં જ્યારે સિંહ ગીરમાં નહીં પરંતુ શ્વાનના વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે પણ તેની આખી મુસાફરી દરમિયાન તે તેની સાથે જાેવા મળ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, તેમને ઘણી બધી જગ્યાએ સિંહના દરેક પગના નિશાન નજીક શ્વાનના પણ પગલા જાેવા મળ્યા હતા અને ટીમ દ્વારા લેવામાં આવેલા અસંખ્ય વીડિયોમાં શ્વાન પણ જાેવા મળ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે સિંહ આરામ કરતો હતો ત્યારે શ્વાન પણ આરામ ફરમાવતો હતો, જ્યારે સિંહ ચાલવાનું શરૂ કરતો ત્યારે શ્વાન તેની સાથે જાેડાતો હતો. રાજકોટના સર્કલના વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ‘પછીના લેન્ડસ્કેપમાં સિંહની સાથે શ્વાન જાેવો તે દુર્લભ હતો. શક્ય છે કે, શ્વાને પહેલા ક્યારેય સિંહને જાેયો જ ન હોય. સિંહની ઊંચાઈ શ્વાન કરતાં સહેજ ઊંચી હતી અને આ વિસ્તારમાં કેટલાક નવા પ્રાણીઓ પણ જાેવા મળ્યા હતા. અન્ય વિસ્તારોમાં, અમે સિંહ અને શ્વાનો વચ્ચેની લડાઈ જાેઈ છે, પરંતુ આ વિસ્તારમાં સિંહને જાેખમ તરીકે જાેવાતો નથી’. અધિકારીઓએ કહ્યું હતું કે, આ સિંહ જે સુરક્ષિત વિસ્તારમાંથી આવ્યો હોવાની શક્યતા હતી, તે નવા વિસ્તારમાં પ્રવેશ્યો હતો, તેની આસપાસ લોકો જાેવા મળ્યા હતા અને તે રક્ષણાત્મક બની ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.