Western Times News

Gujarati News

તમામ વ્યવસાયોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મજબૂત પ્રદર્શન

વિક્રમજનક ત્રિમાસિક ઘસારા, વ્યાજ અને ઘસારા પહેલાંનો નફો 15.5 ટકા વધીને રૂ. 25,820 કરોડ (3.6 બિલિયન અમેરિકી ડોલર)

ડિજીટલ વ્યવસાયની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક ત્રિમાસિક ધોરણે 48.3 ટકા વધીને રૂ. 5,000 કરોડને પાર

મુંબઇ ઓક્ટોબર 18, 2019 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) દ્વારા સપ્ટેમ્બર 30, 2019 રોજ પૂરા થતા દ્વિતીય ત્રિમાસિક ગાળાના ઓડીટ ન થયેલાં પરિણામો આજે જાહેર થયાં. અગાઉના નાણાંકીય સમયગાળાની સરખામણીએ સંકલિત રીતે નાણાંકીય વર્ષ 2019-20નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતો આ મુજબ છે.

  • ટર્ન ઓવર 4.8 ટકા વધીને રૂ. 1,63,854 કરોડ ($23.1 અબજ અમેરિકી ડોલર) થયું.
  • ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 15.5 ટકા વધીને રૂ. 25,820 કરોડ ($3.6 અબજ અમેરિકી ડોલર) નોંધાયો.
  • કરવેરા પહેલાનો નફો 14.1 ટકા વધીને રૂ. 15,055 કરોડ ($2.1 અબજ અમેરિકી ડોલર) થયો.
  • રોકડ નફો 18.0 ટકા વધીને રૂ.18,305 કરોડ ($2.6 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ચોખ્ખો નફો 18.3 ટકા વધીને રૂ. 11,262 કરોડ ($1.6 અબજ અમેરિકી ડોલર) થયો.

RIL ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ

  • ટર્ન ઓવર 8.4 ટકા ઘટીને રૂ. 94,446 કરોડ ( $13.3 અબજ અમેરિકી ડોલર) થયું.
  • નિકાસ 12.1 ટકા ઘટીને રૂ. 53,161 કરોડ ( $7.5 અબજ અમેરિકી ડોલર) થઈ.
  • ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 2.3 ટકા વધીને રૂ. 17,295 કરોડ ($2.4 અબજ અમેરિકી ડોલર) થયો.
  • કરવેરા પહેલાનો નફો 4.4 ટકા વધીને રૂ. 12,255 કરોડ ($1.7 અબજ અમેરિકી ડોલર) થયો.
  • રોકડ નફો 7.5 ટકા વધીને રૂ. 13,020 કરોડ ($1.8 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ચોખ્ખો નફો 9.5 ટકા વધીને રૂ. 9,702 કરોડ ($1.4 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી. આર. એમ.) $9.4 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું.
  • ત્રિમાસિક ગાળા દરમિયાન પેટ્રોકેમિકલ ઉત્પાદન 9.9 મિલિયન મેટ્રીક ટન રહ્યું

બીજા ત્રિમાસિક ગાળાની કોર્પોરેટ કામગીરીના મહત્વના અંશોઃ

  • સાઉદી અરામ્કો અને આર.આઇ.એલ.એ  રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ફ્યુઅલ માર્કેટીંગ સહિતના આર.આઇ.એલ.ના ઓઇલ ટુ કેમિકલ્સ (ઓ2સી) વિભાગમાં સૂચિત રોકાણ માટે નોન-બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા. રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટાં વિદેશી રોકાણમાંનું એક બનશે.
  • બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) નવું સંયુક્ત સાહસ રચશે, જેમાં રિટેલ સર્વિસ સ્ટેશનનું નેટવર્ક અને ભારતમાં એવિએશન ઇંધણનો વ્યવસાય સામેલ હશે. રિલાયન્સનાં હાલની ભારતીય ઇંધણનાં રિટેલ નેટવર્ક અને એવિએશન ઇંધણ વ્યવસાય પર નિર્મિત આ નવું સાહસ ઝડપથી દેશની ઊર્જા અને પરિવહન માટે સૌથી વધુ ઝડપથી વધતી માગને પૂર્ણ કરવામાં મદદરૂપ થવા ઝડપથી વિસ્તરણ કરવશે એવી અપેક્ષા બંને પાર્ટનર કંપનીઓને છે. બીપી સાથેના આ સંયુક્ત સાહસથી રિલાયન્સને લગભગ રૂ. 7,000 કરોડ મળશે.
  • વિશ્વનું સૌથી મોટી મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ ભારતના 1,600 શહેરોમાં તેની ફાઇબર ટુ હોમ સર્વિસ જિયોફાઇબરના પ્રારંભની જાહેરાત કરી હતી. જિયોફાઇબર સાથે જિયો નહીં જોડાયેલા લોકોને જોડવાનું તેનું વચન પૂર્ણ કરીને ભારતીય ઘરોમાં પરિવર્તન લાવશે.
  • આર.આઇ.એલ.ની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડે બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટની સહયોગી કંપની બીઆઇએફ 4 જાર્વિસ ઇન્ડિયા પીટીઇ લિમિટેડ સાથે કરાર કર્યો, જે અન્વયે સેબીના નિયમો અનુસાર ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવનારા સૂચિત યુનિટ્સમાં બ્રૂકફિલ્ડ રૂ. 25,215 કરોડનું રોકાણ કરશે.
  • આર.આઇ.એલ.ની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડે રૂ. 295 કરોડના રોકડ સોદામાં ઇક્વિટી શેર્સ ખરીદવા માટે શોપસેન્સ રીટેલ ટેકનોલોજી પ્રા.લી. સાથે કરાર કર્યો. આરઆઇઆઇએચએલ વધુ રૂ.100 કરોડના રોકાણનો વિકલ્પ ધરાવે છે, જે ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં વ્યૂહાત્મક સંબંધોની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય અર્થતંત્ર અને સમાજનાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો છે. આ 10 વર્ષની સમજૂતી અંતર્ગત બંને કંપનીઓની વૈશ્વિક સ્તરની સંયુક્ત ક્ષમતાઓ ભારતીય વ્યવસાયો માટે કનેક્ટિવિટી, કમ્પ્યુટિંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને આવશ્યક ઉપયોગિતાઓનો વિસ્તૃત સેટ ઓફર કરશે તેમજ એનાં હાલનાં અને નવા વ્યવસાયો સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિસ્તૃત ઇકોસિસ્ટમને આવરી લેશે.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ “કંપનીએ આ ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામો અમારા સંકલિત ઓઇલ ટુ કેમિકલ્સ (ઓ2સી) મૂલ્ય શ્રૃંખલાના લાભો અને અમારા કન્ઝ્યુમર વ્યવસાયોની વૃધ્ધિને પ્રતિબિંબિત કરે છે. આ ત્રિમાસિકગાળા દરમિયાન, અમારા ઓ2સી વ્યવસાયને સાનુકૂળ ફ્યુઅલ માર્જિન એન્વાયરમેન્ટ, કાચામાલ મેળવવાની ફ્લેક્સિબિલિટી અને ઊંચા પેટ્રોકેમિકલ્સ વોલ્યુમનો લાભ મળ્યો. અમારી નવી ભાગીદારી સાથે અમારો ઓ2સી વ્યવસાય વૃધ્ધિ અને ઘણું મૂલ્ય સર્જન કરવા માટેની સ્થિતિમાં છે.

રિટેલ વ્યવસાયમાં વૃધ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે તે ખૂબ જ આનંદકારક છે. અમારા ગ્રાહકોને શ્રેષ્ઠતમ મૂલ્ય આપવાની અમારા ઘેલછાને કારણે રિલાયન્સ રિટેલે વિક્રમજનક ત્રિમાસિક આવક અને એબિટ્ડા (EBITDA) સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. અમારો ડિજીટલ સર્વિસ વ્યવસાય દેશનું સૌથી બહોળું 4જી વાયરલેસ નેટવર્ક ધરાવવા માટે પ્રખ્યાત છે. અમારી ટીમના વણથંભ્યા પ્રયાસોના પરિણામ સ્વરૂપે, જિયો ભારતનું સૌથી મોટું મોબિલિટી સર્વિસ પ્રોવાઇડર બની ગઈ છે.

આજે જિયો ભારતમાં 4જી સબસ્કારઇબર બેઝ અને 4જી ડેટા ટ્રાફિકમાં સૌથી વધારે બજાર હિસ્સો ધરાવે છે. અમે હવે જિયોફાઇબરના માધ્યમથી ઘર અને વ્યવસાયો માટેની સૌથી મોટી બ્રોડબેન્ટ સર્વિસ ચાલુ કરીને વધુ એક ગેમચેન્જિંગ ઇનિશિયેટીવનો અમલ કરી રહ્યા છીએ. હંમેશની જેમ, અમે ભારતીય ગ્રાહકો માટે વિશ્વસ્તરીય ઉત્પાદનો અને સેવાઓ લઇ આવવા અને ઇન્નોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી અનોખું વેલ્યુ પ્રોપોઝીશન પુરું પાડવા પ્રતિબધ્ધ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.