Western Times News

Gujarati News

Emcure 8000 ક્લિનિક્સમાં લાઈવ થઈ, 1 કરોડ મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માહિતી આપશે

આ પહેલ સમગ્ર ભારતમાં 8000 ક્લિનિક્સમાં લાઇવ થશે અને તેનો ઉદ્દેશ 9 ભાષાઓમાં 1 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનો છે

એમ્ક્યોરે FOGSI સાથે જોડાણમાં એનિમિયા, સ્તનપાન અને માસિક ધર્મ પર જાગૃતિ વધારવા એમ્વોકલ અભિયાન શરૂ કર્યું

પૂણે, એનિમિયા, સ્તનપાન અને માસિક ધર્મ સાથે સંબંધિત મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓના મહત્વ પર જાગૃતિ વધારવા ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સે એમ્વોકલ પહેલ શરૂ કરી છે. આ જાગૃતિ અભિયાન છે, જે ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનોકોલોજિસ્ટ્સ ઓફ ઇન્ડિયા (FOGSI) સાથે જોડાણમાં શરૂ કરવામાં આવ્યું છે. Emcure launches EmWocal campaign to raise awareness on Anaemia, Breastfeeding and Menstruation in association with FOGSI

ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરતી આ પહેલનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં 1 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનો છે. એમ્વોકલ અભિયાન નવ ભારતીય ભાષાઓ (હિંદી, અંગ્રેજી, ઓડિયા, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી)માં લાઇવ થશે.

એમ્વોકલ અભિયાનનું હાર્દ ક્યુઆર કોડ દર્શાવતા સ્માર્ટ કિઓસ્ક હશે તથા હોસ્પિટલ અને ક્લિનિકના વેઇટિંગ એરિયામાં વિચારપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ સુનિશ્ચિત કરે છે કે, ડૉક્ટર્સને મળવાનો લાંબા વેઇટિંગ ટાઇમનો ઉપયોગ દર્દીઓ જાણકારી મેળવવા માટે કરી શકે છે.

ક્યુઆર કોડ સ્કેન કરતી મહિલાઓને ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) વીડિયો, અવારનવાર પૂછવામાં આવતાં પ્રશ્રો અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ સાથે ચેટ પર માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીઓને તેમના મૂળભૂત સ્વાસ્થ્ય અને જીવનશૈલી સાથે સંબંધિત ડિજિટલ સંવાદમાં સહભાગી થવાનું કહેવામાં આવશે.

એઆર સફર દરમિયાન પર્સનલ હેલ્થ આસિસ્ટન્ટ દ્વારા મળતી સલાહ દર્દીઓને ડૉક્ટર્સ સાથે તેમની સમસ્યાઓની ચર્ચા કરવામાં મદદરૂપ થશે તથા પરિણામે ડૉક્ટર્સને દર્દીઓને વધાર સારી રીતે જાણકારી આપવામાં મદદ મળશે.

ભારતના પાંચમા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (2019-2021) મુજબ, 15થી 19 વર્ષની વયજૂથની મહિલાઓમાં એનિમિયા 59.1 ટકા જોવા મળે છે, તો 49 વર્ષ સુધીની ગર્ભવતી મહિલાઓ વચ્ચે એનો દર 52.2 ટકા હતો. ડિજિટલ રીતે સુલભ માહિતી અને માહિતીપ્રદ વીડિયો દ્વારા એમવોકલ અભિયાન એનિમિયા વિશે જાણકારી વધારશે અને મહિલાઓને આનું સમાધાન કરવા ઉચિત કામગીરી કરવા પ્રેરિત કરશે. જ્યારે બાળક માટે સ્તનપાનના ફાયદાની બહોળી ચર્ચા થાય છે, ત્યારે એમ્વોકલ અભિયાન માતાના સ્વાસ્થ્ય માટે લાભ અને મહત્વ પર સમજણને આગળ વધારશે. એમ્વોકલનું જાગૃતિ લાવવાનું ત્રીજું ક્ષેત્ર છે – માસિક ધર્મ સાથે સંબંધિત સ્વાસ્થ્ય. માસિક ધર્મને હજુ પણ ભારતમાં વિવિધ ખોટી ધારણાઓ સાથે અપવિત્ર ગણવામાં આવે છે. આ ધારણાઓને બદલવાની જરૂર છે.

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના ઇન્ડિયા બિઝનેસના પ્રેસિડન્ટ પ્રતિન વેટેએ કહ્યું હતું કે, “મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ હજુ પણ શરમ-સંકોચ સાથે સંકળાયેલી છે. આ ઓછી જાણકારી તરફ દોરી ગઈ છે અને પરિણામે મોટા ભાગની મહિલાઓના સ્વાસ્થ્યને અસર થઈ છે.

સરળતાપૂર્વક ઉપલબ્ધ અને તબીબી રીતે વેરિફાઈ કરેલી માહિતી દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પર મદદ કરવા લાંબા સમયથી જરૂરી પહેલ એમ્વોકલ શરૂ કરતા અમને બહુ મોટો સંતોષ થાય છે. આ પહેલની શ્રેષ્ઠ બાબત છે – આ મહિલાઓને તેમના ડૉક્ટર્સ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીને માહિતી અને માર્ગદર્શન મેળવવા સક્ષમ બનાવે છે.”

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી નમિતા થાપર મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત જાગૃતિ અને જાણકારી વધારવા માટે સક્રિયપણે કટિબદ્ધ છે અને તેઓ આ દિશામાં એમ્ક્યોરના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. નમિતાની અગ્રણીની મહિલાઓના સ્વાસ્થ્ય પરની પહેલ ‘અનકન્ડિશન યોરસેલ્ફ વિથ નમિતા’ યુટ્યુબ પર પ્રથમ પ્રકારનો ટોક શો હતો, જેને ઇન્ટરનેટ પર મોટી સંખ્યામા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શો પર થાપરે દર્દીઓ, નિષ્ણાતો અને ડૉક્ટર્સને મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પર તેમના અનુભવો વહેંચવા કહ્યું હતું.

મહિલાઓના સ્વાસ્થ્ય પર સંવાદ જાળવી રાખવા એમ્ક્યોરે ઇન્ડિયા વિમેન્સ હેલ્થ રિપોર્ટ 2021 પણ હાથ ધર્યો હતો, જેમાં તારણ બહાર આવ્યું છે કે, 84 ટકા વર્કિંગ વિમેન ઋતુચક્રના ગાળાની આસપાસ રુઢિચુસ્ત પ્રથાઓ/નિર્ણયોનો સામનો કરે છે, જેમાં પવિત્ર સ્થળોની આસપાસ ન જવાનું કહેવામાં આવે છે. 67 ટકા મહિલાઓ પ્રતિભાવ આપ્યો છે કે, ભારતીય સમાજમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ પર વાત કરવામાં સંકોચ અનુભવાય છે.

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના માર્કેટિંગ એન્ડ પોર્ટફોલિયો સ્ટ્રેટેજીના સીનિયર ડિરેક્ટર સૌરભ ગંભીરે કહ્યું હતું કે, “મહિલાઓ તેમના સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે વાત કરવામાં સંકોચ અનુભવતી હોવાથી અમે પ્રસ્તુત માહિતી સાથે મહિલાઓને સક્ષમ બનાવવા એમ્વોકલ મૂવમેન્ટ શરૂ કરવાનો અને મહિલાઓને તેમના પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. વિકાસ કરતાં અર્થતંત્ર તરીકે આ જરૂરી છે કે, મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા મળે અને એના વિશેનો સંવાદ મુખ્ય પ્રવાહમાં આવે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.