Western Times News

Gujarati News

એશિયન ગ્રેનિટોના 441 કરોડના રાઈટ્સ ઈશ્યૂને અભૂતપૂર્વ પ્રતિસાદ

રૂ. 441 કરોડનો ભારતની સિરામિક કંપની દ્વારા સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ

રાઈટ્સ ઈશ્યૂમાં ઓફર કરાયેલા 6.99 કરોડ શેર્સની સામે 8.89 કરોડ શેર્સ માટે બીડ્સ પ્રાપ્ત થઈ. રાઈટ્સ ઈશ્યૂનો જાહેર હિસ્સો 1.38 ગણાથી વધુ ભરાયો

અમદાવાદ, 10 મે, 2022 – એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) આજે જાહેરાત કરી હતી કે તેનો રૂ. 441 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ (જે ભારતમાં કોઈપણ સિરામિક કંપની દ્વારા લવાયેલો સૌથી મોટો ઈશ્યૂ છે) સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને પડકારજનક સમય છતાં શેરધારકો તથા રોકાણકારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.

રાઈટ્સ ઈશ્યૂનો જાહેર હિસ્સો 1.38 ગણાથી વધુ ભરાયો છે અને 6.87 કરોડ શેર અથવા રૂ. 432 કરોડની બીડ્સ પ્રાપ્ત થઈ છે. સરેરાશ ધોરણે કંપનીને રાઈટ્સ ઈશ્યૂમાં 6.99 કરોડ શેર્સ અથવા રૂ. 441 કરોડની સામે ઈશ્યૂ બંધ થયાની તારીખે (10 મે) 8.89 કરોડ શેર્સ અથવા રૂ. 561 કરોડની બીડ્સ પ્રાપ્ત થઈ છે જે 127 ટકા કરતાં વધુ સબસ્ક્રીપ્શનનું પ્રતિનિધિત્વ કરે છે.

ઈક્વિટી શેર્સની ફાળવણી 19 મે, 2022 કે તેની આસપાસ થશે. રાઈટ્સ શેર્સનું બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ લગભગ 24 મે, 2022 કે તેની આસપાસ થશે.

રાઈટ્સ ઈશ્યૂમાં ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ. 63ના ભાવે ઓફર કરવામાં આવ્યા હતા. રાઈટ્સ ઈશ્યૂમાં રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ રેશિયો 37:30નો હતો (રેકોર્ડ ડેટ પર ઈક્વિટી શેરધારકો પાસે રહેલા રૂ. 10ના એક એવા દર 30 ઈક્વિટી શેર માટે રૂ. 10ના એક એવા 37 રાઈટ્સ ઈક્વિટી શેર્સ).

કંપનીના રાઈટ્સ ઈશ્યૂ 25 એપ્રિલ, 2022થી 10 મે, 2022 સુધી ખૂલ્લો હતો. રાઈટ્સ ઈશ્યૂથી મળનારી રકમનો જીવીટી ટાઈલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ વગેરે સહિતના વેલ્યુ એડેડ લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટ્સમાં વ્યૂહાત્મક મોટી વિસ્તરણ યોજનાઓને ભંડોળ આપવા અને અન્ય વિવિધ વ્યૂહાત્મક પહેલને ભંડોળ આપવા માટે થશે.

કંપનીએ બ્રોડ-બેઝ્ડ અને કમ્યૂનિકેશનના વિવિધ માધ્યમો દ્વારા રાઈટ્સ ઈશ્યૂ અંગે જાગૃતતા ફેલાવવા માટે ખૂબ જ નવીનતમ અભિયાન આદર્યું હતું જેમાં શેરધારકો સુધી પહોંચવા માટે ટેલિવિઝન, પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયા, ઈમેલ તથા એસએમએસનો સમાવેશ થાય છે. સેબીએ આ પ્લેટફોર્મ રજૂ કર્યું ત્યારથી શેરબજારો પર ડીમેટ ફોર્મમાં રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ્સ (આરઈ) નિયમિતપણે ટ્રેડ થતા હતા અને રાઈટ્સ ઈશ્યૂમાં વ્યાપકતા આધારિત હિતોને દર્શાવતી અભૂતપૂર્વ સફળતા હતી.

રાઈટ્સ ઈશ્યૂની સફળતા અંગે ટિપ્પણી કરતા, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “હું અમારા પ્રિય અને આદરણીય શેરધારકો અને રોકાણકારોને તેમના સમર્થન અને રાઈટ્સ ઈશ્યૂમાં સહભાગી થવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પડકારજનક સમયમાં તમારા તમામના સમર્થન સાથે, રાઈટ્સ ઈશ્યૂ 1.27 ગણાથી વધુ સબસ્ક્રાઈબ થયો છે. અમે એજીએલના ભવિષ્ય માટે તેમના અસાધારણ આત્મવિશ્વાસના પ્રદર્શનથી આનંદિત અને ખુશ છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારો ઉદ્યોગ સ્થાનિક અને નિકાસ બંને બજારોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોઈ રહ્યો છે. વેલ્યુ એડેડ સરફેસીસ અને બાથવેર માટે વધતી જતી માંગ, સાનુકૂળ સરકારી પહેલ અને નીતિઓ તથા હાઉસિંગ અને ઈન્ફ્રા ક્ષેત્રે અપાઈ રહેલા વધુ ભારના લીધે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વભરમાં આ ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે.

કંપનીનો એન્હેન્સ્ડ સ્ટ્રેટેજિક ઈન્ટિગ્રેશન પ્રોગ્રામ (ઈએસઆઈપી) માર્જિન વધારવા માટે લક્ષ્યાંકિત છે અને આ રાઈટ્સ ઈશ્યૂ મધ્યમથી લાંબા ગાળા માટે વેચાણમાં રૂ. 6,000 કરોડનું લક્ષ્યાંક હાંસલ કરવા તરફનું એક મોટું પગલું છે.

એજીએલના પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ શેરધારકોએ કંપનીમાં 28.99 ટકાના શેરહોલ્ડિંગની તેમની સંપૂર્ણ હકદારી માટે રાઇટ્સ ઇશ્યૂમાં ભાગ લીધો હતો. રાઇટ્સ ઇશ્યૂ પૂર્ણ થયા પછી કંપનીના કુલ બાકી ઇક્વિટી શેર 31 માર્ચ, 2022ના રોજ 5,67,51,634 ઇક્વિટી શેરથી વધીને 12,67,45,316 થશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ આ રાઈટ્સ ઈશ્યૂના એકમાત્ર લીડ મેનેજર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.