Western Times News

Gujarati News

સુરત રેલવે સ્ટેશન પરથી ઘૂસણખોરી કરતા ૬ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

સુરત, પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. એટલુ જ નહી બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા છ લોકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

સુરત રેલ્વે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન સુરત રેલ્વે સ્ટેશન પર ત્રણ શંકાસ્પદ મહિલાઓ અને પુરુષો દેખાયા હતા. જેથી પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં છ લોકો બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી.

આ મામલે પોલીસે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ના હતા. આખરે છ લોકો ઘુસણખોરી કરીને આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસે હાલમાં આયન ત્રણ રસ્તા પાસે રહેતા અને મૂળ બાંગ્લાદેશી પરવેજ આઈબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુંન અનવર મૌલા, તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોનું ખોટુ આધાર કાર્ડ પણ બન્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. અને બારડોલી ઉપલીબજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર જાબીર ફિરોજ પટેલની પણ ધરપકડ કરી હતી. આવા ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય ચાર ઇસમોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત રેલ્વે સ્ટેશનથી ૬ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી હતી. તેઓ પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા નથી. તેઓની પાસેથી ઇન્ડિયાના આધાર કાર્ડ મળી આવ્યા હતા.

આધાર કાર્ડ જે પ્રોસેસથી કરાવવા પડે તે પ્રોસેસ ખોટી રીતે થઇ હોવાનું બહાર આવ્યું હતું. ખોટી રીતે આધાર કાર્ડ બનાવ્યા હતા. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ત્રણેય મહિલાઓને પાર્લરમાં નોકરી અપાવવા તેમજ ૨૫ હજારનો પગાર આપવાના બહાને અહી લાવવામાં આવી હતી. ત્રણેય મહિલાઓને દેહ વ્પાયારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે. આ ગુનામાં ૪ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.